શેરબજારમાં તેજી બાદ અચાનક મોટો કડાકો; 12 શેરમાં તેજી તો 18 મંદીની ચપેટમાં, સૌથી વધુ આ 5 શેર તૂટ્યા

Stock Market Crash: BSE સેન્સેક્સ 19.89-0.03 ટકાના ઘટાડા સાથે 75,390 પર બંધ રહ્યો હતો. એ જ રીતે, એનએસઈનું નિફ્ટી 24.65 પોઇન્ટ અંક અથવા 0.11 ટકાના ઘટાડા સાથે 22,932ના લેવલ પર ક્લોઝ થયું હતું. શેર બજારમાં આજે દિવસભર તેજી જોવા મળી હતી.. પરંતુ બંધ થવાના સમયે શેર બજાર ગગડ્યુ હતું અને ગગડયું  પણ એવું કે દિવસભરની તમામ તેજી ગુમાવીને બીએસઈ સેન્સેક્સ(Stock Market Crash) ગઈકાલની સરખામણીએ નીચા સ્તરે બંધ થયો હતો..

BSE સેન્સેક્સ ઘટાડા સાથે બંધ
BSE સેન્સેક્સ 214.20 પોઈન્ટ અથવા 0.28 ટકાના વધારા બાદ 75,624.59 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE નો નિફ્ટી 23,038.95 પોઈન્ટ પર ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં નિફ્ટી 57.40 પોઈન્ટ અથવા 0.25 વધીને 23,014.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.

રેકોર્ડ ઉંચાઇ હાંસલ કર્યા બાદ ગબડ્યું શેર બજાર
સેન્સેક્સ પ્રથમ વખત 76,000 નો આંકડો વટાવી ગયો હતો. બીજી તરફ નિફ્ટી પાછળ રહ્યો ન હતો અને 23110ની સપાટીને પાર કરી ગયો હતો. વૈશ્વિક બજાર પ્રત્યે રોકાણકારોના સકારાત્મક વલણ અને લોકસભાની ચૂંટણીના પરિણામોને કારણે શેરબજારમાં સતત ઉછાળો આવી રહ્યો હતો. નિફ્ટી મિડકેપ  પણ પ્રથમ વખત 53000ના સ્તરને પાર કરી ગયો હતો.. બેન્ક નિફ્ટી  પણ તેની સર્વોચ્ચ સપાટીની નજીક હતો. જો કે બંધ થવાના સમયે શેરબજાર પછડાયું હતું.

ડોલર સામે રૂપિયામાં 4 પૈસાનો વધારો થયો છે
સોમવારે યુએસ ડોલર સામે રૂપિયો 4 પૈસા સુધરીને 83.06 પર પહોંચ્યો હતો, બેન્ચમાર્ક સૂચકાંકો નવી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.

ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે વિદેશી બજારમાં યુએસ ચલણની નબળાઈએ રૂપિયાને ટેકો આપ્યો હતો, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ઊંચા ભાવે લાભને મર્યાદિત કર્યો હતો.