હાલમાં સમગ્ર દેશમાં મધ્યપ્રદેશમાં આવેલ હાથરસમાં બનેલ દુષ્કર્મની ઘટનાને લઈ ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે. ગુજરાતમાંથી પણ અવાનવાર સ્ત્રીઓની સાથે થઈ રહેલા શારીરિક તથા માનસિક અત્યાચારની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે.
હાલમાં તો અત્યાચારની ઘટનાઓમાં એટલો વધારો થતો જઈ રહ્યો છે કે, રાજ્યની સ્ત્રીઓને બહાર નીકળવામાં પણ ડર લાગી રહ્યો છે ત્યારે ફરી એકવાર આવી જ એક ઘટના રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી સામે આવી રહી છે. ઉત્તરપ્રદેશમાં આવેલ વારાણસીમાંથી સુરત ખરીદી કરવાં માટે આવેલ શિક્ષિકા છેડતીનો શિકાર બની હતી.
જૂની બોમ્બે માર્કેટની દુકાનમાં કર્મચારીએ કપડાં બતાવવાના બહાને શારીરિક અડપલાં કરતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. વારાણસીમાં આવેલ ચૌકા ઘાટ ખાતે રહેતાં માત્ર 24 વર્ષનાં મનીષાબેન (નામ બદલી નાંખવામાં આવ્યું છે) ટયુશન શિક્ષિકા છે.
ગત 6 ઓક્ટોબરે તેઓ વારાણસીથી સુરત ખરીદી કરવાં માટે આવ્યાં હતાં. તેઓ સુરત રેલવે સ્ટેશને ઊતરીને સૂરતના વરાછા વિસ્તારમાં આવેલ જૂની માર્કેટ નજીક આવેલ રેનબસેરામાં રોકાયા હતા. 7 ઓક્ટોબરે તેઓ જૂની બોમ્બે માર્કેટમાં સાડી તથા ડ્રેસની ખરીદી કરવાં માટે એંજલ નામની દુકાનમાં ખરીદી કરવાં માટે ગયા હતા.
અહીં એમને એક લહેંગો પસંદ આવ્યો હતો. દુકાનના કર્મચારીએ શૈલેષ રૂપચંદજી જૈને લહેંગો પહેરાવવાના બહાને મનીષાબેનની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. જેને કારણે મનિષાબેને તરત જ 100 નંબર પર ફોન કરીને પોલીસને બોલાવી લીધી હતી.
કોલ કરતાંની સાથે જ વરાછા પોલીસ માર્કેટમાં પહોંચી ગઈ હતી. વરાછા વિસ્તારમાં આવેલ પોલીસે છેવટે પીડિતા શિક્ષિકાની ફરિયાદ લઇને શૈલેષ રૂપચંદજી જૈનની વિરુદ્ધ છેડતીનો ગુનો દાખલ કરીને અટકાયત કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle