વડોદરા(ગુજરાત): ગુજરાતમાં અવારનવાર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. લાખો લોકો અકસ્માત દરમિયાન પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. તેવામાં ફરી એકવાર વડોદરા શહેર નજીક આવેલી નંદેસરી ચોકડીથી નંદેસરી ગામ તરફ જવાના બિસ્માર માર્ગ પર ટેન્કરે સ્કૂટરને ટક્કર મારતા શિક્ષકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતા જ નંદેસરી પોલીસ ઘટના સ્થળે પહીચી ગઈ હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.
છેલ્લા કેટલાય સમયથી નંદેસરી ચોકડીથી નંદેસરી ગામ તરફ જવાનો માર્ગની હાલત ખુબ કારબ છે. તેથી ત્યાં અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે. આ અંગે આજુબાજુના ગામોના સરપંચો અને આગેવાનોએ નોટિફાઈડ એરિયાના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી. પરંતુ, નોટિફાઈડ એરિયાના અધિકારીઓ જાણે કોઇનો ભોગ લેવાની રાહ જોતા હતા તેમ લાગી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, નંદેસરી ગામના બાળકોને ભણાવીને પરિમલ ઠક્કર નંદેસરી ગામથી નંદેસરી ચોકડી તરફ જઇ રહ્યા હતા, તે દરમિયાન બિસ્માર રસ્તાના કારણે ટેન્કર નીચે આવી જતા ઘટના સ્થળે જ મોત થયું હતું. જેને કારણે આજુબાજુના ગામોમાં ભારે અરેરાટી વ્યાપી હતી. નંદેસરી પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગઈ હતી. પરિમલ ઠક્કરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને વધુ તપાસ શરુ કરી છે.
અત્રે ઉલેખનીય છે કે, 3 મહિના પહેલા જ વડોદરા નજીક આવેલા નંદેસરી પોલીસની PCR વાનની અડફેટમાં આવી જતા બાઇક સવાર બે યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને અકસ્માત કરનાર પોલીસની વાનમાં જ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. નંદેસરી પોલીસ સ્ટેશનથી PCR વાન નંદેસરી ફાટક પસાર કરી હાઇવે તરફ જઇ રહી હતી. આ દરમિયાન વાને બાઇક સવાર 2 યુવાનોને ટક્કર મારી હતી.
તેને કારણે બાઇક સવાર બંને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંને યુવાનો નંદેસરીની ખાનગી કંપનીના કર્મચારીઓ હતા. નંદેસરી હાઇવે ઉપર આવેલી રેસ્ટરોરેન્ટમાં બંને પોતાનું જમવાનું લેવા ગયા હતા. જમવાનું લઈને પરત આવતી વખતે આ અકસ્માત સર્જાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.