ખોડિયાર માતાના મંદિરમાં વર્ષોથી છે મહાકાય મધપૂડો, મંદિરમાં આવતા ભાવિકોને હજુ સુધી નથી માર્યો ડંખ
ભક્ત અને ભગવાન એક થાય છે ત્યારે શ્રદ્ધા નું સર્જન થાય છે અને ભગવાન ની ભક્તિ થાય છે. આ વાતનો પુરાવો સુરતના એક મંદિરમાં સાચો પુરવાર થાઈ છે. સુરતના ઓલપાડ તાલુકાના ડભારી ગામે અરબી સમુદ્રના કાંઠે ખોડિયાર માતાજીનું એક નાનકડું મંદિર આવેલું છે. આ ધાર્મિક સ્થાનને અહિં લોકો ભાગી વાડી તરીકે પણ ઓળખે છે.
દરિયા કિનારાના ખોડિયાર માતાના મંદિર પર ભક્તોને અતૂટ શ્રધ્ધા અને આસ્થા છે. જેનો પુરાવો મંદિરના ગર્ભ ગૃહમાં જતા મુખ્ય દ્વારા પર થયેલો મધપૂડો છે. આ મંદિરમાં આવતા ભાવિકોના કહેવા મુજબ અહિં છેલ્લા ઘણાં વર્ષોથી માતાજીના ગર્ભ ગૃહના મુખ્ય દ્વાર ઉપર કે જ્યાંથી લોકો ઉભા રહી અને મંદિરની અંદર પ્રવેશી માતાજીના મંદિરમાં દર્શન કરે છે. ત્યાં મધમાખી મધપૂડો બનાવે છે. નવાઈની વાત તો એ કે, દર્શન અર્થે આવતા ભક્તોને આજ સુધી મધમાખી એ ડંખ નથી માર્યો.
મધમાખીઓ જાણે મંદિરની રખેવાળી કરી રહી હોય…
ચમત્કારની વાત તો એ કે, અહિં આવતા ભાવિકોને મધમાખી કોઈ જ પ્રકારનું નુકસાન નથી પહોંચાડતી. આટલું જ નહીં પણ મધમાખી મંદિરની રખેવાળી પણ કરે છે. રવિવારના રોજ અહિં મોટી સંખ્યામાં માતાજીના ભાવિકો દર્શને આવતાં હોય છે. એમ કહેવાય છે કે, મધમાખી જેના પર આવીને બેસે તેને માતાજીના આશિર્વાદ મળ્યા હોવાનું માનવામાં આવે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube