સુરત | મોંઘાદાટ કાજુ ભરેલો ટેમ્પો પલટી જતા મદદને બદલે લોકોએ કાજુના ખિસ્સા ભર્યા, જુઓ વિડીયો

Cashew Loot Surat: સુરતમાં કાજુ લૂંટાયા! હા તમે સાચું વાંચ્યું છે,તમે પૈસા,તેલ,પેટ્રોલ શરાબ લૂંટની ઘટનાઓ જોઈ અને સાંભળી હશે, પણ સુરતમાં કાજુ લૂંટવા (Cashew Loot Surat) લોકોએ દોડ લાગવી હતી. સુરતના માંડવીના નોગામા ગામ નજીક કાજુ ભરેલો ટેમ્પો પલટી ગયો હતો. જેને પગલે ટેમ્પોમાંથી કાજુ રસ્તા પર વિખેરાઈ ગયા હતા.

જેને લૂંટવા લોકો ઉમટી પડ્યા હતા. જેના હાથમાં જેટલા આવ્યા એટલા કાજુ લુંટ્યા તો કેટલાય કાજુ ખિસ્સામાં ભર્યા તો કેટલાક રૂમાલમાં ભરી કાજુ લૂંટવામાં વ્યસ્ત રહ્યા હતા.અલબત્ત લકોએ મનભરી મોંઘાદાટ કાજુની જયાફત માણી હતી.

કાજુ ભરેલો ટેમ્પો પલ્ટી મારતા લોકોએ લૂંટ મચાવી
માંડવીના મોટા નોગામા ગામ નજીક કાજુ ભરેલો ટેમ્પો પલટી જતા લોકોએ કાજુની લૂંટ ચલાવી હતી. પૂરપાટ ઝડપે કાજુના કેરેટ ભરેલો ટેમ્પો રાજમાર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક કોઈ કારણોસર ટાયર ફાટતા ટેમ્પો પલટી મારી ગયો હતો.

આ ઘટનાને પગલે કાજુ ભરેલા કેરેટ રસ્તા પર વેર વિખેર થઈ ગયા હતા. કાજુ ભરેલા કેરેટ ઢોળાઈ જતાં અન્ય રાહદારીઓએ પોતાના વાહનો થોભાવ્યા હતા અને કાજુની જયાફત ઉડાવી હતી. તો કેટલાક વાહનચાલકોએ તો ખિસ્સામાં, રૂમાલમાં કે પછી ટોપીમાં પણ કાજુ ભરતા નજરે ચડયા હતા. કાજુ માટે પડાપડી કરતા લોકોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

લોકોએ ખિસ્સા ભર્યા તો કેટલાકે રૂમાલમાં…
જો કે આ ઘટનામાં નવાઈની વાત તો એ છે કે આસપાસના લોકો અને રાહદારીઓએ ડ્રાઈવરની મદદ કરવાને બદલે કાજુની લૂંટ ચલાવી. કેટલાક લોકોએ ખિસ્સા ભર્યા તો કેટલાકે રૂમાલમાં કાજુ ભર્યા. કોઈએ ટોપીમાં ભર્યા તો કોઈએ હાથમાં લઈને શિંગ-ચણાની જેમ ખાવાનું શરૂ કરી દીધું.ટૂંકમાં આ ઘટના માનવતાને શરમાવે તેવી હતી. કારણ કે અકસ્માત થયો હોવા છતાં લોકોએ ડ્રાઈવરની મદદ કરવાને બદલે કાજુ ખાવામાં જ રસ દાખવ્યો. આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોએ આવી માનવતાહીન હરકત પર ટીકા કરી છે.