લખનૌ-અયોધ્યા હાઈવે પર ટ્રેલર અને 3 કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત; ઘટના સ્થળે જ 8 લોકો….

Lucknow-Ayodhya highway accident: ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં લખનઉ અયોધ્યા NH-28 પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. અહીં એક ટ્રેલરે ત્રણ વાહનોને ટક્કર મારી અને…

Lucknow-Ayodhya highway accident: ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં લખનઉ અયોધ્યા NH-28 પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. અહીં એક ટ્રેલરે ત્રણ વાહનોને ટક્કર મારી અને એક કાર ટ્રકમાં ફસાઈ ગઈ અને લગભગ 50 મીટર સુધી ખેંચાઈ ગઈ. આ અકસ્માતમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કારમાં ફસાયેલા બે ઇજાગ્રસ્ત કાર સવારોને કટર વડે કાપીને બચાવી(Lucknow-Ayodhya highway accident) લેવાયા હતા.જે બાદ અકસ્માતની માહિતી મળતાં સીઓ સીટી જગત કનોજિયા પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. લગભગ એક કલાક બાદ નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર ચાલુ થઈ શક્યો હતો.

આ અકસ્માતમાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા
મળતી માહિતી મુજબ, લખનૌ-અયોધ્યા હાઈવે પર શુક્રવારે રાત્રે નગર કોતવાલી વિસ્તારમાં સફેદાબાદ ઈન્ટરસેક્શન પર એક પુરપાટ ઝડપે આવતા ટ્રેલરે ત્રણ વાહનોને ટક્કર મારી હતી. રાત્રીના 1 વાગ્યાના સુમારે સર્જાયેલા આ ભયાનક અકસ્માતમાં કારના ફૂરચે કૂર્ચા ઉડી ગયા હતા.જ્યારે એક કાર ટ્રેલરની નીચે ગઈ અને તેને 50 મીટર સુધી ખેંચી ગઈ. આ અકસ્માતમાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે વધુ સ્પીડને કારણે ટ્રેલર બેકાબૂ થઈ ગયું અને ડિવાઈડર સાથે અથડાયા બાદ હાઈવે પર ત્રણ કારને કચડી નાખી હતી.

પોલીસે લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી
માહિતી મળતાં જ નગર કોતવાલી પોલીસ, સ્થાનિક લોકો સાથે પહોંચી અને ટ્રકની નીચે ફસાયેલી કારના કાચ તોડી નાખ્યા અને ઘણી જહેમત બાદ તેમાં બેઠેલા બંને લોકોને બહાર કાઢ્યા. સીઓ સિટી જગત કનોજિયાએ જણાવ્યું હતું કે અકસ્માત બાદ ટ્રક ચાલક અને ક્લીનર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ અકસ્માતમાં ચાર ગંભીર લોકોને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમની ગંભીર હાલત જોઈને ડોક્ટરોએ બધાને લખનૌ ટ્રોમા સેન્ટરમાં મોકલી દીધા. જ્યારે અન્ય બે-ત્રણ લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી.

સીઓએ જણાવ્યું કે હાઈવે પર થયેલા ભયાનક અકસ્માતને કારણે રોડની બંને બાજુ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. પોલીસે ક્રેઈનની મદદથી તમામ નુકસાન પામેલા વાહનોને હાઈવે સાઈડ પર મુક્યા હતા. લગભગ એક કલાક બાદ વાહનોનો લાંબો જામ હટાવાયો હતો અને વાહનોની અવરજવર ચાલુ થઇ હતી.