હરિદ્વાર હાઈવે પર પુરપાટ ઝડપે આવતી સ્કોર્પિયો બેકાબુ થતા સર્જાયો ગંભીર અકસ્માત: 4 લોકોના ઘટના સ્થળે જ મોત, 2 ગંભીર

Moradabad Accident: મુરાદાબાદ-હરિદ્વાર સ્ટેટ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં પુરપાટ ઝડપે આવતી સ્કોર્પિયો બેકાબુ થતા થાંભલા સાથે અથડાઈ હતી.ત્યારે આ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે અને બે ગંભીર રીતે ઘાયલ થયા હતા.જે અંગે પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી લાશને પીએમ(Moradabad Accident) અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.ત્યારે આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થતા તેનો પરિવાર ઘેર શોકમાં ગરકાવ થયો છે.

4 લોકોના કમકમાટીભર્યા મોત
મુરાદાબાદના કંથ પોલીસ સ્ટેશન વિસ્તારના રસૂલપુર રેલવે ફાટક પાસે રવિવારે સવારે થયેલા અકસ્માતમાં કાર ટુકડા થઈ ગયા હતા અને તેમાં મુસાફરી કરી રહેલા લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા. વાહનમાં મુસાફરી કરી રહેલા એક જ પરિવારના લોકો દેહરાદૂનથી મુરાદાબાદ જઈ રહ્યા હતા અને આ મૃતકોમાં ત્રણ મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. તેમજ આ તમામ મૃતકો દેહરાદૂનના રહેવાસી છે.

પરિવાર સંબંધીઓને મળવા ગયો હતો
ઉત્તરાખંડના તિલક રોડ, દેહરાદૂન ખાતે રહેતા પંકજ રસ્તોગીનો પુત્ર યશ રસ્તોગી તેના પરિવાર સાથે દહેરાદૂનથી સ્કોર્પિયો કારમાં મુરાદાબાદ મુગલપુરા વિસ્તારમાં તેના સંબંધીઓ પાસે જઈ રહ્યો હતો.ત્યારે તેમની સ્કોર્પિયો કાર રવિવારે સવારે 5 વાગ્યાની આસપાસ કંઠના રસૂલપુર રેલવે ક્રોસિંગ પાસે થાંભલા સાથે અથડાઈ હતી. જે વાહનમાં સવાર 28 વર્ષીય યશ રસ્તોગી, દિલીપ રસ્તોગીની પત્ની આરતી રસ્તોગી, 45 વર્ષ, પંકજ રસ્તોગીની પત્ની સંગીતા રસ્તોગી, 18 વર્ષની દિલીપ રસ્તોગીની પુત્રી કુમારી અંશિકા, ચારેયના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા.

કારનો કુરચો વળી ગયો
કાર ચલાવી રહેલા દિલીપ રસ્તોગીનો પુત્ર અતુલ રસ્તોગી (26) અને તેની બહેન દિલીપની પુત્રી માનવી રસ્તોગી બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. માહિતી મળતાં જ કંઠ પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી અને ગંભીર રીતે ઘાયલ બે બહેનો અને ભાઈઓને સારવાર માટે મુરાદાબાદ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા અને તમામ મૃતકોના પંચનામું કર્યા બાદ તેમને પોસ્ટમોર્ટમ માટે મુરાદાબાદ મોકલવામાં આવ્યા. અકસ્માતમાં સ્કોર્પિયો કારને પણ ભારે નુકસાન થયું હતું.