પ્રાઈવેટ હોસ્પીટલમાં ફાટી નીકળી વિકરાળ આગ- 11 લોકો જીવતા ભડથું થયા, જુઓ ભયાનક દ્રશ્યો

મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના જબલપુર (Jabalpur)ની એક ખાનગી હોસ્પિટલ (Private Hospital)માં આજે ભીષણ આગ(fire) લાગી હતી. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. દમોહ નાકા શિવનગરની ન્યુ લાઈફ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ (New Life Multispeciality Hospital)માં આગ લાગી હતી. જીવ ગુમાવનારાઓમાં મોટાભાગના લોકો હોસ્પિટલના કર્મચારીઓ છે.

હાલ તો આગ કાબૂમાં આવી ગઈ છે, પરંતુ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીં દાખલ દર્દીઓને બહાર કાઢીને અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના પર દુખ વ્યક્ત કરતા સીએમ શિવરાજ સિંહે ટ્વિટ કર્યું છે. તેમણે જીવ ગુમાવનારાઓને આર્થિક મદદની ખાતરી આપી છે. તેમણે કહ્યું કે જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પરિવારોને 5 લાખ રૂપિયા આપવામાં આવશે.

એક જ રસ્તો બન્યો મૃત્યુનું કારણ:
જાણવા મળ્યું છે કે હોસ્પિટલમાંથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો હોવાથી મોટાભાગના લોકો અંદર ફસાઈ ગયા હતા. દરમિયાન જોત જોતામાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. હોસ્પિટલની આગ એટલી ભયાનક હતી કે ફાયર બ્રિગેડના વાહનો તેના પર કાબૂ મેળવી શક્યા ન હતા. ત્યારબાદ વીજ વિભાગના કર્મચારીઓએ વીજ જોડાણ કાપી નાખ્યું હતું. આ પછી લગભગ એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

4 લોકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો:
ઘટનાની પુષ્ટિ કરતા જબલપુરના એસપી સિદ્ધાર્થ બહુગુણાએ જણાવ્યું કે, ગંભીર રીતે દાઝી જવાથી 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ સાથે ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે, જેમની હાલત નાજુક છે. આ સાથે અડધો ડઝનથી વધુ લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટનામાં 10 લોકોના મૃત્યુ થયું છે. મૃતકોની ઓળખ હાલ કરવામાં આવી રહી છે.

આ ઘટના પર મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણનું નિવેદન પણ આવ્યું છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે જબલપુરની એક હોસ્પિટલમાં ભયાનક આગ અકસ્માતના દુઃખદ સમાચાર મળ્યા છે. હું સ્થાનિક વહીવટીતંત્ર અને કલેક્ટર સાથે સતત સંપર્કમાં છું. મુખ્ય સચિવને સમગ્ર મામલામાં નજર રાખવા સૂચના આપવામાં આવી છે. રાહત અને બચાવ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *