શારીરિક ભૂખ સંતોષવા નરાધમે 22 વર્ષીય માનસિક અસ્વસ્થ યુવતી પર આચર્યું દુષ્કર્મ- ગર્ભ રહેતા પ્રકાશમાં આવી ઘટના

દુષ્કર્મ (misdemeanor)ની ઘટનાઓ સતત વધતી જણાઈ રહી છે. ત્યારે વધુ એક શર્મશાર કિસ્સો સામે આવ્યો છે. આણંદ (Ananda)થી આશરે 8 કિલોમીટર દૂર આવેલા એક ગામમાં…

દુષ્કર્મ (misdemeanor)ની ઘટનાઓ સતત વધતી જણાઈ રહી છે. ત્યારે વધુ એક શર્મશાર કિસ્સો સામે આવ્યો છે. આણંદ (Ananda)થી આશરે 8 કિલોમીટર દૂર આવેલા એક ગામમાં રહેતી ગરીબ અને માનસિક અસ્વસ્થ આશરે 22 વર્ષીય યુવતી પર શારીરિક ભૂખ સંતોષવા કોઈ નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. આ પછી તેણીને ગર્ભ રહી જતા આ ઘટના સામે આવી હતી.

યુવતીની આજુબાજુના સ્થાનિકોના કહેવાથી તેની તપાસ થઈ:
મળતી માહિતી અનુસાર, આણંદથી 8 કિલોમીટર દૂર આવેલા એક ગામમાં આશાવર્કર બહેનો ગર્ભવતી મહિલાઓનો સર્વે કરવા ગઇ હતી. ​​​​​​જેમાં આશાવર્કર બહેનો ગામની સીમ વિસ્તારમાં પહોંચી હતી. આ દરમિયાન એક મંદિરના ઓટલા ઉપર બેઠેલી માનસિક અસ્વસ્થ યુવતીની આજુબાજુના સ્થાનિકોના કહેવાથી તેની તપાસ હાથ ધરી હતી. ત્યારે તેને આઠ માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. આ પછી તેણીને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. ત્યાં આ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો.

માનસિક અસ્વસ્થ યુવતીની માતા વર્ષો પહેલાં મૃત્યુ પામી હતી:
જાણવા મળ્યું છે કે, હાલમાં સગર્ભા તેમજ માનસિક અસ્વસ્થ યુવતીની માતા વર્ષો પહેલાં મૃત્યુ પામી હતી અને પિતા એક છાપરાંમાં રહી મજૂરીકામ કરી જીવન ગુજરાન ચલાવે છે. જ્યારે આ યુવતી ભટકતું જીવન જીવે છે. હાલ આ સગર્ભા યુવતીને આઠમો માસ ચાલી રહ્યો છે. યુવતીને હાલ નારી કેન્દ્ર ખાતે મોકલવાની તજવીજ હાથ ધરી છે. જોકે સમગ્ર ઘટના પાછળ કોનો હાથ છે તે હાલ રહસ્ય છે.

ફૂટેજ અને બાતમીદારોને સક્રિય કરી આરોપીને ઝડપી પાડીશું:
હાલ આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ આ કાંડમાં કોનો હાથ છે તે જાણવા પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે, પરંતુ કોઈ માહિતી મળી નથી રહી. સીસીટીવી ફૂટેજ ઉપરાંત બાતમીદારોને પણ સક્રિય કરવામાં આવ્યા છે. માનસિક રીતે અસ્વસ્થ યુવતીનો એક હાથ અને એક પગ કામ કરતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *