જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) માં આવેલ અનંતનાગ (Anantnag) માં રવિવારની મોડી રાત્રે (Late at night) સુરક્ષા દળો તથા આતંકવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટર (Encounter) માં એક આતંકવાદીનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું. આ આતંકી હાલમાં જ શાહગુંદ બાંદીપુરમાં થયેલ સિવિલિયનની હત્યામાં સામેલ હોવાનું માનવામાં આવ્યું છે.
જેનું નામ ઇમ્તિયાઝ એહમદ છે એવું IGP કાશ્મીર વિજયકુમારે કહ્યું હતું. ઓપરેશનમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો. કાશ્મીર ઝોન પોલીસ જણાવે છે કે, ઓપરેશન હજુ પણ ચાલી રહ્યું છે. અનંતનાગ બાદ, બાંદીપોરામાં પણ એન્કાઉન્ટર શરૂ કરી દેવાયું છે. આજે સવારમાં હાજીન, બાંદીપોરામાં એન્કાઉન્ટર શરૂ થયું છે.
આ દિવસોમાં કાશ્મીરમાં પસંદગીયુક્ત હત્યા કરનાર આતંકવાદીઓ વિરુદ્ધ મોટી તેમજ કડક કાર્યવાહી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. પહેલા પણ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રાજ્ય સરકાર સાથે ચર્ચા કરવામાં આવી છે કે, આ નવા પડકારનો સામનો કેવી રીતે કરવો. સૂત્રોનું જણાવવું છે કે, કાશ્મીરમાં કાર્યરત આતંકવાદીઓની વિગતો સુરક્ષા એજન્સીઓ તેમજ ગુપ્તચર એજન્સીઓ પાસેથી મંગાવી લેવાઈ છે.
આ આતંકવાદીઓને મદદ કરનાર પણ પકડાઈ જશે. આવા 700 જેટલા લોકોને નજરકેદ કરાયા હોવાની વાત પણ સામે આવી હતી. કાશ્મીરમાં હાજર અમુક આતંકવાદીઓ પહેલા યુવાનોની પસંદગીયુક્ત હત્યા કરી રહ્યા છે તેમજ બાદમાં તેમને તેમના જ સંગઠનમાં સામેલ પણ કરી રહ્યા છે ત્યારે ગૃહ મંત્રાલય આતંકવાદીઓની આ નવી યુક્તિને તોડવા માટે વિચારણા કરી રહ્યું છે.
‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF) લશ્કર-એ-તૈયબાનું જ એક સંગઠન છે કે, જેમાં સક્રિય કેટલાક આતંકવાદીઓ તેમની સાથે જોડાણ કરીને યુવાનોને પણ મારી રહ્યા છે. યુવાનોને ટાર્ગેટ આપવામાં આવે છે કે, તેઓ પોતાની માટે પિસ્તોલની વ્યવસ્થા કરે. આની માટે તેમના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.
પસંદગીયુક્ત હત્યા:
જ્યારે આ લોકો પૈસાની સાથોસાથ પિસ્તોલ પણ લાવે છે. બાદમાં આ પિસ્તોલ દ્વારા અન્ય કેટલાક યુવાનોને આપવામાં આવે છે તેમજ એક ટાર્ગેટ આપવામાં આવે છે. ગુનો કર્યા બાદ તેમને તેમની સંસ્થામાં સામેલ કરવામાં આવે છે. આ જ કારણ છે કે, કાશ્મીરમાં યુવાન આતંકવાદીઓ પાસેથી પસંદગીયુક્ત હત્યા કરવામાં આવી રહી છે.
કાશ્મીરી પંડિત, ઉદ્યોગપતિઓ, ગોલગપ્પા વેચતા કામદારો, બે શિક્ષકોની હત્યા પછી કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પણ ચિંતિત રાજ્યના વરિષ્ઠ વહીવટી અધિકારીઓ તથા પોલીસ અધિકારીઓ સહિત ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ પાસેથી અહેવાલો મંગાવી લેવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.