હાલમાં સુરત ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેનમાં શ્રમજીવીઓના મોબાઈલ ચોરી કરતા રંગેહાથ ઝડપાયેલા એક વ્યક્તિને મુસાફરોએ મેથીપાક આપ્યો હોવાનો વીડિયો વાઇરલ થયો છે. દાનાપુર ટ્રેનમાં એક નહીં 4-5 મુસાફરોના મોબાઇલ ચોરાયા હોવાનું બહાર આવતાં મુસાફરોએ હાથ જોડીને મોબાઈલ પરત આપવા વિનંતી અને આજીજી કર્યા છતાં પરત ન આપતા પોલીસને બોલાવવાનું કહેતા મોબાઈલ ચોરને પાઠ શિખાવવાનો કાયદો હાથમાં લીધો હોવાનું સ્પષ્ટ થાય છે.
વારંવાર મુસાફરોને પોલીસ કે પાસ ચલ, એવી ધમકીભર્યા શૂરમાં મોબાઈલ ચોરના ઉધના પોલીસ સાથેનો ઘરેબો અનેક પ્રશ્નો ઊભા કરે છે. સ્થાનિક લોકોએ કહ્યું હતું કે, ટ્રેનમાં મોબાઈલ ચોરી, કીમતી સમાનની ચોરી, પર્સ અને દાગીના ચોર ગેંગ સાથે રેલવે પોલીસના સંબંધોને લઈ પ્રવાસી મુસાફરો લૂંટાતા હોય છે.
નામ ન લખવાની શરતે એક મુસાફરે જણાવ્યું હતું કે આ તો રોજિંદું છે. ચોર પકડાય અને પોલીસ સ્ટેશનમાં લઈ જઈએ તો મુસાફરોને કલાકો સુધી બેસાડી સવાલ-જવાબ અને નિવેદનમાં ટ્રેન ચુકાવી દેવાય છે. મુસાફર કંટાળીને ફરિયાદ ન કરે એટલે ચોર સરળતાથી છૂટી બીજા મુસાફરોને ટાર્ગેટ કરવાની લાઈનમાં ઊભા રહી જાય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કોઈ પ્રવાસી ચોરો નથી. સ્થાનિક છે હિસ્ટ્રી લાંબી છે, પોલીસ ચોપડે કુખ્યાત છે. આવા ચોરો સામે ગુજસીટોક દાખલ કરી કાયમી ઉકેલ લાવવો જોઈએ. આ તમામ ચોરો માત્ર ટ્રેનના પ્રવાસી શ્રમજીવી મુસાફરોને જ નિશાન બનાવે છે. એની પાછળનું એક કારણ એ પણ કહી શકાય કે મુસાફર ક્યાં ફરિયાદ કરશે. બીજું એક કારણ એ પણ કહી શકાય કે, આ ચોરો બધા જ એકલ-દોકલ કામ કરતા હતા. આવી 10થી વધુ ગેગ છે. જ્યારે મુસાફર એકલો પડી જાય ત્યારે તેને મારીને કે ઘા મારી ડરાવી દેવાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.