સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકામાં પોલીસ દ્વારા દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી નામદાર કોર્ટમાંથી મંજરી મેળવીને શનિવારના રોજ મેળવી શનિવારે પાટડી, બજાણા, દસાડા અને ઝીંઝુવાડા પોલિસ મથકને મળી કુલ રૂ. 92.73 લાખ રૂપિયાની 41,324 વિદેશી દારૂ બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર ઘટનાની કાર્યવાહી દરમિયાન એસડીએમ પાટડી અને ડીવાયએસપી ધ્રાંગધ્રા અને ચારેય પોલિસ મથકના પીએસઆઇની ઉપસ્થિતિમાં જ વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ચલાવી તમાર વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો હતો.
સુરેન્દ્રનગર જીલ્લાના પોલિસ વડા મહેન્દ્ર બગડીયા દ્વારા જીલ્લામાં પકડવામાં આવતા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો વહેલી તકે નાશ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જે આદેશ મુજબ ધ્રાંગધ્રાના ડીવાયએસપી આર.બી.દેવધાના માર્ગદર્શન હેઠળ પાટડી પોલિસ સ્ટેશન, માલવણ પોલિસ સ્ટેશન અને દસાડા પોલિસ સ્ટેશન અને ઝીંઝુવાડા પોલિસ સ્ટેશનમાં છેલ્લા એક વર્ષમાં પકડીને રાખવામાં આવેલો હતો. જે તમામ મુદામાલ જેમાં ભારતીય બનાવટની નાની મોટી તમામ બોટલો અને બિયરના ટીન મળી કુલ નંગ- 41,324 જેટલાને નાશ કરવાની મંજૂરી પાટડી નામદાર કોર્ટમાંથી મેળવવામાં આવી હતી.
શનીવારના રોજ ધ્રાંગધ્રા ડીવાયએસપી આર.બી.દેવધા અને નશાબંધી અધિકારી, પાટડી એસડીએમ રૂતુરાજસિંહ જાદવ, બજાણા પીએસઆઇ વી.એન.જાડેજા, ઝીંઝુવાડા પોલિસ મથકના પીએસઆઇ વી.પી.મલ્હોત્રા, સુરેન્દ્રનગર અને પાટડી પીએસઆઇ જે.બી.મીઠાપરા, પાટડી એસડીએમ રૂતુરાજસિંહ જાદવની હાજરીમાં પાટડીના જૈનાબાદ રોડ પર આવેલા સોલાર પ્લાન્ટની બાજુમાં આવેલી સરકારી પડતર જમીનમાં તમામ પોલીસ અધિકારીઓની હાજરીમાં જેસીબી અને રોલર સાથે ભારતીય બનાવટની નાની મોટી બોટલો તથા વિદેશી બીયર ટીન મળી કુલ નંગ- 41,324 કિંમત અને રૂ. 92,73,580ના મુદામાલ પર બુલડોઝર ચલાવી સંપૂર્ણપણે નાશ કરવામાં આવેલ હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.