લગ્નની ખુશી ફેરવાઈ માતમમાં- અચાનક જ કોફી મશીનમાં ધડાકો થતા આટલા લોકોના કરુણ મોત

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના જબલપુર(Jabalpur)માં યોજાયેલા એક લગ્નપ્રસંગ(Wedding)માં કોફી મશીનમાં વિસ્ફોટ થતા હાહાકાર મચી ગયો હતો. આ ગંભીર દુર્ઘટનામાં 10 વર્ષની એક બાળકી સહિત બે લોકો ગંભીર…

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના જબલપુર(Jabalpur)માં યોજાયેલા એક લગ્નપ્રસંગ(Wedding)માં કોફી મશીનમાં વિસ્ફોટ થતા હાહાકાર મચી ગયો હતો. આ ગંભીર દુર્ઘટનામાં 10 વર્ષની એક બાળકી સહિત બે લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, હાલમાં માસૂમ બાળકીની હાલત નાજુક છે. દુર્ઘટના પાછળનું મુખ્ય કારણ કોફી મશીન(Coffee machine explosion)માંથી પ્રેસર ન નીકળવાનું પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે ખમરિયા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અચાનક કોફી મશીનમાં વિસ્ફોટ થતા સર્જાઈ મોટી દુર્ઘટના:
મળતી માહિતી મુજબ ખમરિયાના ટીઆઈ નિરૂપા પાંડેના જણાવ્યા અનુસાર રિઠોરી ગામે સીતારામ બંજારાના ઘરે સિવનીથી જાન આવી હતી. સીતારામે જાનૈયાઓ અને મહેમાનોનું લાગણીભર્યું સ્વાગત કરવા માટે કોફીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુરુવારના રોજ એટલે કે 25 નવેમ્બરના રોજ રાત્રે 11 વાગે મહેમાનો માટે કોફી બનાવવામાં આવી રહી હતી. લગ્નપ્રસંગે ઉપસ્થિત રહેલા મહેમાનો કોફી પીવામાં મશગૂલ હતા, આ દરમિયાન અચાનક જ કોફી મશીનમાં વિસ્ફોટ થતાં બધાના શ્વાસ અધ્ધર ચડી ગયા હતા.

વિસ્ફોટ થતાની સાથે જ કોફી મશીનના બે ટુકડા થઇ ગયા હતા. વિસ્ફોટ થતાં નજીક ઊભેલા ઘંસોર સિવનીના રહેવાસી ગોપાલ બંજારા (ઉ.વ 40) અને તે જ ગામની અંશિકા (ઉ.વ10) દાઝી ગયેલી હાલતમાં જોવા મળ્યા હતા. લોકોએ આ જોતા તાત્કાલિક જ 108 બોલાવી હતી. પરંતુ ગોપાલ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો, જ્યારે અંશિકા ગંભીર રીતે દાઝી ગઈ હતી અને તેને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, લગ્ન સંપન્ન કરાવીને કન્યાને વિદાય આપી દુર્ઘટના વચ્ચે પરિવાર અને સગાં-સંબંધીઓએ લગ્ન પૂર્ણ કરાવીને કન્યાને વિદાય આપી હતી. શુક્રવાર એટલે કે આજરોજ પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ ગોપાલના મૃતદેહને પરિવારજનો સિવની લઈ ગયા હતા. જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલી અંશિકાની હાલત ગંભીર હોવાનું ડોકટરો દ્વારા જાણવા મળ્યું હતું.

કેટરર્સના સંચાલક સામે નોંધવામાં આવી FIR:
સાથે એવી માહિતી પણ મળી રહી છે કે, દુર્ઘટના સમયે કોફી મશીનની નજીક લગ્નપ્રસંગમાં આવેલ અન્ય મહેમાનો પણ હાજર હતા, પરંતુ સદનસીબે કોઈને જાનહાની થઇ નહોતી. આ સમગ્ર ઘટનાને ધ્યાને લઈને કેટરર્સના સંચાલક અખિલેશ ચૌધરીની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *