AhemdabadAccident: ખેડા તાલુકાના કાજીપુરા ગામની સીમમાંથી પસાર થતા અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે પર એક કારના ચાલકે બાઇકને પાછળથી ટકકર મારતા તે સામેથી આવતી ઇકો કારમાં ભટકાયુ હતુ. જેમાં બાઇક પર સવાર એક મહિલાનું કરૂણ મોત(AhemdabadAccident) નિપજ્યું હતુ. બાઈક અને કાર સહિત ઇકોમાં સવાર નવ વ્યકિતઓને શરીરના ભાગે ઇજાઓ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથધરી હતી.
મહિલાનું ઘટનાસ્થળ પર જ મોત
ખેડા તાલુકાના પિંગલજ ઈન્દિરા નગરીમાં રહેતા અજીતભાઈ રમણભાઈ ખાંટ રક્ષાબંધનના દિવસે તેમના પત્ની ચેતનાબેન (ઉં.વ. ૩૫) સાથે બાઈક પર ખેડા ખરીદી કરવા જઈ રહ્યા હતા. ત્યારે કાજીપુરા ઓરેન્જ હોટલ નજીક પાછળથી આવતી કાર બાઈક સાથે અથડાઈ હતી. જેથી બાઈક સામેથી આવતી ઈકો કાર સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ બાઈક ચાલક અને પાછળ બેઠેલ તેમની પત્ની રોડ પર પટકાયા હતા. જેથી ચેતનાબેનને શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી જ્યારે અજીતભાઈ ઘાયલ થયા હતા.
ગંભીર રીતે ઘાયલ ચેતનાબેનનુ ઘટના સ્થળે કરૂણ મોત નિપજયું હતું. આ અકસ્માત બાદ આસપાસના લોકો અને અન્ય વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં બાઈકચાલક અજીતભાઈ સહિત બંને કારમાં બેઠેલા 8 જેટલા વ્યક્તિ કુલ 9 વ્યક્તિઓ ઘાયલ થયા હતા. આ બાબતે 108ને જાણ કરતા તેઓ તાબડતોબ સ્થળ પર દોડી આવ્યા હતા તેમજ ઇજાગ્રસ્ત નવ વ્યકિતઓને ખેડાની સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.
9 લોકો ઈજાગ્રસ્ત થયા
આ અકસ્માતમાં જે વ્યકિત ઇજાગ્રસ્ત થયા હતા. તેમાં જ્યારે ઈકોમાં સવાર હંસાબેન મહેશભાઈ નાઈ (રહે. નાયકા), મહેશકુમાર પરસોત્તમભાઈ નાઈ (રહે. ગોતા), દિપેશ ચંદ્રકાંત જાદવ, હિયાન દીપેશભાઈ જાદવ (બંને રહે. નિકોલ), ગીતાબેન અરવિંદભાઈ પરમાર, અરવિંદભાઈ અંબુભાઈ પરમાર, ગોવિંદભાઈ પરસોત્તમ પરમાર અને ભારતીબેન ગોવિંદભાઈ પરમાર (ચારેય રહે. ખાધલી)ને ઈજાઓ પહોંચી હતી.
અકસ્માત અંગે ફરિયાદ
આ બનાવ અંગે પરિવારના સભ્ય રમણભાઈ નાથાભાઈ ખાંટને જાણ થતા તેઓ તરત જ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. જે બાદ તેમને આ અકસ્માત અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી જેના આધારે ખેડા ટાઉન પોલીસે ગાડી ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App