ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલના એક ટ્વીટથી રાજકારણમાં મચ્યો ખળભળાટ- જાણો શું કહ્યું?

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી 2022(Assembly Elections 2022) નજીક આવતાની સાથે જ ઘણા ખાતમુહૂર્ત થઈ રહ્યા છે, ત્યારે આવનાર ચૂંટણીમાં ત્રીજા પક્ષની એન્ટ્રી પછી પડતર કામોના ખાતમુહૂર્ત…

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી 2022(Assembly Elections 2022) નજીક આવતાની સાથે જ ઘણા ખાતમુહૂર્ત થઈ રહ્યા છે, ત્યારે આવનાર ચૂંટણીમાં ત્રીજા પક્ષની એન્ટ્રી પછી પડતર કામોના ખાતમુહૂર્ત થવા લાગ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત દિગ્ગજ નેતાઓના ગુજરાતમાં આટાંફેરા પણ વધી ગયા છે. બે દિવસ પહેલા ભાવનગર આવેલા કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુ(Kiren Rijiju) દ્વારા અમદાવાદ-ભાવનગર હાઈવે(Ahmedabad-Bhavnagar Highway)ના વખાણ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે આ રસ્તા અંગે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલે(Yuvraj Jaiveerraj Singh Gohil) ટ્વીટ કરીને મંત્રીને રસ્તાની હકીકત જણાવી છે.

અમદાવાદથી ભાવનગર બાયરોડ પહોંચ્યા હતા કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુ:
અત્રે ઉલ્લેખની છે કે, બે દિવસ પહેલા ભાવનગર કોર્ટના બિલ્ડીંગનું ખાતમુહૂર્ત દેશના કાયદા મંત્રી કિરણ રિજ્જુ દ્વારા કરવામાં હતું અને તેઓ અમદાવાદથી ભાવનગર બાયરોડ પહોંચ્યા હતા. આ દરમિયાન કિરણ રિજ્જુ દ્વારા એક ટ્વીટ કરીને ગુજરાતના રસ્તાના વખાણ કર્યા હતા. સાથે તેમણે એક વિડીયો પણ શેર કર્યો હતો. તેમના આ ટ્વીટ પર ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલે ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.

જયવીરરાજસિંહ ગોહીલે ટ્વીટ કરીને કહ્યુંમંત્રીઓ આવે ત્યારે થાય છે રસ્તાનું સમારકામ
જયવીરરાજસિંહ ગોહીલે ટ્વીટમાં લખતા જણાવ્યું છે કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગો સુધરી રહ્યા છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. જો કે, શહેરની અંદરના ઘણા રસ્તાઓ એકદમ ખરાબ હાલતમાં છે અને મોટાભાગે જયારે ભાજપના મંત્રીઓ  આવે છે, ત્યારે જ તેનું સમારકામ કરવામાં આવે છે. અમે આશા રાખીએ છીએ કે, તમે બધા અવારનવાર અમારી મુલાકાત લેશો જેથી રસ્તાઓ સુધરતા રહે. ભાવનગર યુવરાજના ટ્વીટને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે.

અમે તમને જણાવી દઈએ કે, કોરોના કાળ દરમિયાન પણ યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલ મેદાનમાં આવ્યા હતા. વાત કરવામાં આવે તો ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પડી રહેલી મુશ્કેલીને લઇ યુવરાજે રાજકીય પક્ષો, ઉદ્યોગપતિઓ અને અધિકારીઓને આડેહાથ લીધા હતા. જયવીરરાજસિંહે કહ્યું હતું કે, અધિકારીઓ જવાબદારી ન નિભાવી શકતા હોય તો, રાજીનામું આપી દે. સાથે જ રાજકીય પક્ષોને ધારાસભ્યોને ખરીદવા જે ફંડ વાપરી રહ્યા છે તે દર્દીઓની સારવાર પાછળ ખર્ચ કરવું જોઈએ. તેઓએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, ભાવનગરની જનતા માટે હું હંમેશા સવાલ ઉઠાવતો રહીશ અને જો કોઈ અધિકારી કે, નેતા કામ કરી શકતા નથી. તો જનતાની માફી માગી રાજીનામું આપે અને બીજા લોકોને જવાબદારી સોંપી દેવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *