પંજાબના બરનાળા જિલ્લાની પોલીસ અને પ્રશાસન કોરોનાવાયરસ સામે લડવા માટે દિવસ-રાત મહેનત કરી રહી છે. બરનાલા એસએસપી સંદીપ કોયલ દિવસ-રાત આખા શહેરને સામાજિક,ધાર્મિક સંસ્થાઓને સાથે લઇ દરેક એવા પરિવારો સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છે જેને કોરોનાવાયરસ ને લીધે રેશન પાણી નથી મળી રહ્યું. એવા લોકો સુધી રેશન પહોંચાડવા માટે દરેક બનતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
આ પ્રયત્નમાં એસએસપી સંદીપ ગોયલ એક અનોખી રીતથી લોકોને કોરોનાવાયરસ સામે જાગૃત કરવા માટેની રીત શોધી કાઢી છે. આ બીમારીના લક્ષણો વિશે જાણકારી આપવા અને આ બીમારી સામે લડવા માટે એક અનોખી બસ તૈયાર કરવામાં આવી છે.
આ બસના મુખ્ય બે કામ છે એક તો આ બસ આખા જિલ્લામાં દરેક ગામ સુધી પહોંચાડવાનું કામ કરે છે. બીજું આ બસ પર કોરોનાવાયરસ વિશે જાણકારી આપતા મેસેજ લગાડવામાં આવ્યા છે. તેનાથી સામાન્ય લોકોને ખૂબ વધારે મદદ મળી રહી છે.બસ ઉપર ખૂબ સહેલી રીતે કોરોનાવાયરસ ના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. સાથે જ બસ પર એક હેલ્પ લાઈન નંબર પણ આપવામાં આવ્યો છે જેના પર કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારની જરૂરત અને મદદ માટે ફોન કરી શકે છે.
બરનાલાના ગામ સહનામાના બસ દ્વારા દોડશો જરૂરિયાત મંદ પરિવારો માટે રેશન પહોંચાડવામાં આવી રહ્યું છે.આટલું જ નહીં એસએસપી સંદીપ ગોયલ આ બસની છત ઉપર ચઢી લગભગ ૫૦૦ મહિલાઓને કોરોનાવાયરસ માટે જાગૃત કર્યા અને ખાસ કરી સોશિયલ distance નું ધ્યાન રાખતાં આ મહિલાઓને પાંચ ફૂટના અંતરે બેસાડી અને તમામ મહિલાઓને માસ્ક પણ પહેરાવવામાં આવ્યા. એસએસપી અંતર રાખવા ને સાચી રીત થી જણાવ્યું અને પોતે પણ પ્રેક્ટીકલ દ્વારા મહિલાઓને સમજાવ્યું કે કઈ રીતે કોરોનાવાયરસ થી બચવું અને કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે.
એસએસપી સંદીપ ગોયલે જણાવ્યું કે કોરોનાવાયરસ નો મજબૂત રીતે સામનો કરીશું અને બરનાલા જિલ્લામાં કોઈને પણ ભૂખ્યા નહીં સુવા દઈએ.આખા શહેરમાં દાનેશ્વરી સજ્જન ધાર્મિક સંસ્થાઓ સામાજિક લોકો અમને સાથ સહકાર આપી રહ્યા છે. અમારી પાસે રેશનની કોઈ અછત નથી.શહેરના સહયોગથી આ રાહતસામગ્રી બસ તૈયાર કરવામાં આવી છે જે આ આસનથી ભરી ગામડે ગામડે જઇ જરૂરિયાતવાળા લોકોને રાશન પહોંચાડી રહી છે.
જરૂરિયાત મંદ પરિવારો એ પણ પ્રશાસનના આ પગલાના વખાણ કર્યા છે અને કહ્યું છે કે કોરોનાવાયરસ થી બચાવ માટે જે રીતો અમને જણાવવામાં આવી છે તેના પર અમે અમલ કરીશું.જ્યારે તેમને પુછવામાં આવ્યું કે તેમને બચાવવા માટે શું કરવાનું છે તો તેમણે જણાવ્યું કે કોરોનાવાયરસ થી પોતાની જાતને બચાવી શું હાથ ધોઈને રાખીશું. બાળકોનું ધ્યાન રાખીશું. માસ્ક પહેરી રાખીશું. અને તમામ લોકોને આ બીમારીથી બચવા માટે કઈ રીતે સાવધાન રહેવું તે જણાવીશું.