ગાડીમાં જ શારીરિક સંબંધ બાંધતા કપલનો વિડીયો વાયરલ; એક ક્લિક પર જુઓ ડાન્સિંગ કાર

Dancing Car Viral Video: ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે હાઈવે પર એક રેસ્ટોરન્ટની બહાર હોવાનું(Dancing Car Viral Video) કહેવાય છે. વીડિયોમાં એક યુવક બે યુવતીઓ સાથે રંગરેલિયા મનાવતો જોવા મળી રહ્યો છે. એક રાહદારીએ તેનો વિડીયો બનાવીને વાયરલ કરી દીધો છે.

ત્યારે આ વાયરલ વીડિયો પર લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. તેમજ યૂઝર્સ રોમાન્સનો વીડિયો અયોધ્યા-લખનૌ હાઈવે પર અસૈની પાસે હોવાનો ગણાવી રહ્યા છે. જોકે, વીડિયોમાં દેખાતી આ કાર કોની છે? કોણ છે આ યુવક-યુવતીઓ? આ અંગે કોઈ માહિતી મળી નથી. આ પહેલા પણ આવા શરમજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

વીડિયોમાં એક યુવક અને બે યુવતીઓ જોવા મળી
નિશાંત શર્મા (ભારદ્વાજ) નામના એકાઉન્ટ દ્વારા એક્સ (અગાઉ ટ્વિટર) પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં કારનો નંબર દેખાઈ રહ્યો છે. જે યુપીનો રજિસ્ટર્ડ નંબર છે. વીડિયોમાં એક યુવક અને બે યુવતીઓ જોવા મળી રહી છે. જેઓ એકબીજાને કિસ કરતા જોવા મળે છે. એવું લાગે છે કે કોઈ રાહદારીએ તેને રેકોર્ડ કર્યો છે. પરંતુ અંદર રહેલા લોકો દેખાતા નથી. તે જ સમયે, પોલીસે આ વીડિયો અંગે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. નેટીઝન્સ અનુસાર, આ વીડિયો અસૈનીની એક રેસ્ટોરન્ટની બહારનો છે. હાઇવે પર કારની પાછળ વાહનો પણ પસાર થતા જોવા મળે છે.

યુઝર્સે હોટેલમાં જવાની સલાહ આપી
વ્યસ્ત રોડ હોવા છતાં ત્રણેય લોકો એકબીજા સાથે રોમાન્સ કરતા જોવા મળે છે. યુઝર્સ અનુમાન લગાવી રહ્યા છે કે આ લોકો નશામાં પણ હોઈ શકે છે. તે જ સમયે, દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો સીસીટીવી ફૂટેજમાં રેકોર્ડ થયો છે. વીડિયો અંગે એક યુઝરે દાવો કર્યો છે કે આ હવેલી રેસ્ટોરન્ટની બહાર છે.

જ્યાં ઘણા લોકો તેમના પરિવાર સાથે આવે છે. કેટલાક યુઝર્સ આ લોકોની ટીકા કરી રહ્યા છે અને તેમને હોટેલમાં જવાની સલાહ પણ આપી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે આવી હરકત લોકોને શરમમાં મૂકે છે.