ચા નું નામ લેતાની સાથે જ ગુજરાતીઓ આનંદમાં આવી જતાં હોય છે. મોટાભાગના ગુજરાતીઓ ચાના રસિયા હોય છે. આની સાથે જ ગામ અથવા તો શહેરમાં ઘણી જગ્યાએ આપને ચાની કિટલી એટલે કે દુકાન તો જોવા મળે જ. એ કિટલીઓ પર અડ્ડો જમાવીને ઠઠ્ઠા મશ્કરી કરતાં લોકોનું ગ્રૃપ.
આ કિટલી કલ્ચર ગુજરાતનાં ધબકારા જેવું છે પરંતુ ગુજરાતમાં એક ગામ એવું પણ આવેલું છે કે, જ્યાં રાજા રજવાડા એટલે કે, આઝાદી મળી ત્યારબાદથી આજ દિન સુધી ચાની કિટલી અથવા તો વેચાણ થતું જ નથી. આપને જાણીને નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે. તો આવો જાણીએ ગુજરાતનાં આવેલ આ ગામ વિશે.
ગુજરાતમાં આવેલ રાજકોટ જિલ્લાનાં ઉપલેટા તાલુકામાં કોલકી નામનું ગામ આવેલ છે. ગામની વસ્તી તો માત્ર 6,500ની આજુબાજુ છે પરંતુ આ ગામમાં એકપણ ચાની કિટલી આવેલ નથી. રાજા રજવાડાના સમય એટલે કે આઝાદી પછી આજ દિન સુધી ગામમાં એકપણ ચાની લારી, કેબિન અથવા તો દુકાન ક્યારેય ખુલી નથી.
ગામ લોકોની મુલાકાત કરતાં જણાવવામાં આવ્યું હતું કે, ચાની દુકાન ન ખોલવા માટેનું એકમાત્ર કારણ એ છે કે, કોઈ બહારનો વ્યક્તિ આવે તો ચા પીવા માટે ઘરે લઈ જઈએ છીએ ત્યારે બધાની સાથે સંબંધો પણ વિકસિત થાય છે. સંબંધો યાદગાર બની રહે એ હેતુથી તથા યુવાધન અવળાં માર્ગે ન ચડી જાય તેમજ વ્યસનમુક્ત રહે તેમજ બહાર ચા નાં ખર્ચમાં બચાવ થાય એની માટે અત્યાર સુધીમાં ક્યારેય ચાની કીટલી ખોલવામાં આવી નથી. જો કે, અહીં દુકાનમાં ઠંડા પીણા મળે છે તેમજ બહાર નીકળતા લોકો ઠંડા પીણા પીતાં નજરે ચડે છે પરંતુ ચા તો ઘરે જ પીવાની.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle