એક વિમલની પડીકીએ કરાવ્યું ઘમાસાણ, 9 પોલીસકર્મી સહિત 24 લોકો ઘાયલ

Bolo juban Kesari: દેશ-વિદેશમાં લોકોનો ગુસ્સો જીવવાનું મુશ્કેલ બનાવી દે છે. નાની નાની વાત પર લોકો મોટી લડાઈ કરી બેસે છે. એવું જ કંઈક થયું છે બિહારના મધેપુરામાં. (Bolo juban Kesar) જ્યાં વિમલના બાકી પૈસાને લઈને બે પક્ષો વચ્ચે માથાકૂટ થઈ હતી. આ મામલાને થાળે પાડવા પહોંચેલી પોલીસ પર પણ લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે 54 નામજોગ અને 104 અજ્ઞાત લોકો વિરુદ્ધ કેસ નોંધી તપાસ શરૂ કરી છે.

મધેપુરામાં બે પક્ષો વચ્ચે પાનની દુકાન પર વિમલના બાકી પૈસાની લેવડદેવડમાં યુદ્ધ જેવો માહોલ સર્જાયો હતો. મામુલી વાત પરથી શરૂ થયેલો વિવાદ જોત જોતામાં મોટો થઈ ગયો. બંને પક્ષોએ એકબીજા પર લાઠી દંડા વડે હુમલો કર્યો હતો. જેમાં લગભગ 24 લોકો ઘાયલ થયા છે. આ ઘાયલોમાં 9 પોલીસકર્મી પણ સામેલ છે.

9 પોલીસકર્મી ઘાયલ
મામલાને થાળે પાડવા પહોંચેલી પોલીસ પર પણ લોકોએ હુમલો કરી દીધો, જેમાં 6 એસ આઈ સહિત 9 પોલીસકર્મી ઘાયલ થઈ ગયા છે. આ તમામને ઈલાજ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિવાદ વધતા જોઈ એસ.પી સંદીપ સિંહ જાતે ઘટના સ્થળે પહોંચી 24 ઉપદ્રવીઓની ધરપકડ કરી હતી. સાથે પોલીસ જાતે જ ફરિયાદી બની હતી. સરકારી કામમાં ખલેલ પહોંચાડનાર 54 નામજોગ અને 50 અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

ઉપદ્રવીઓની શોધખોળ કરી રહી છે પોલીસ
મળતી જાણકારી મુજબ તે વિસ્તારમાં શુક્રવારની સવારે લગભગ 8:00 વાગે પાનની દુકાન પર પૈસાની લેવડ દેવડને લઈને દુકાનદાર અને ગ્રાહક વચ્ચે વિવાદ થઈ ગયો હતો. જોત જોતામા આ વિવાદએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. લાંબા સમય સુધી મારપીટ થઈ હતી. પોલીસે કેસ નોંધી આ બબાલ કરનાર લોકોની શોધખોળ હાથ ધરી છે.