મોરબી(Morbi): સામાન્ય રીતે કરવાચોથના દિવસે પત્ની પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરતી હોય છે. ત્યારે ગઇકાલે કરવાચોથના દિવસે મોરબીમાં એક ચકચારી ઘટના બની હતી. મોરબીમાં પતિની લાંબી ઉંમર માટે વ્રત કરતી પત્નીએ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. જીવન ટૂંકાવનાર મહિલાએ પણ તેના પતિ માટે વ્રત રાખ્યું હોવાનું સામે આવી રહ્યું છે.
ઘરે મોડું આવવાનું કહેતાં પત્નીને લાગી આવ્યું:
મળતી માહિતી અનુસાર, મોરબીના રંગપર ગામે રહેતી 23 વર્ષીય આરતિબા જયદીપસિંહ ઝાલા નામની પરિણીતાએ કરવાચોથના દિવસે જ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ અંગે જાણવા મળ્યું છે કે, કરવાચોથના દિવસે રાત્રે પતિએ ઘરે મોડું આવવાની વાત પત્નીને કરી હતી. ઘર આવવામાં મોડું થશે તેવી વાત કહેતા પત્નીએ ગળાફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
કડવચોથના દિવસે પત્ની વ્રત કરે છે અને પતિના હાથે પાણી પીવાની વિધિ હોય છે. પરંતુ પતિએ કામ હોવાથી ઘરે આવવામાં મોડું થવાનું કહેતા પત્નીને લાગી આવ્યું હતું અને પત્નીએ વ્રત છોડ્યા વગર જ મોત વ્હાલુ કર્યું હતું. પતિએ કરવાચોથના દિવસે જ મોડું આવવાનું કહેતા પરિણીતાને માઠું લાગ્યું હતું. તેને પતિની આ વાત ગમી નહોતી અને લાગી આવ્યું હતું. આ દરમિયાન તેણે ગુસ્સામાં અંતિમ પગલું ભર્યું હતું અને જીવન ટૂંકાવી લેતાં ચકચાર મચી જવા પામી છે.
વર્ત છોડ્યા વગર જ જીવન ટૂંકાવ્યું:
પતિ ઘરે આવે તે પહેલાં જ પત્નીએ વ્રત છોડ્યા વગર જ જીવન ટૂંકાવી લીધું હતું. હાલ, પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે આખરે કેમ પરિણીતાએ અંતિમ પગલું ભર્યું છે અને તેની પાછળ કોઇ અન્ય કારણ જવાબદાર છે કે કેમ? હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.