‘શરીરથી વિકલાંગ છું મનથી નહિ’ દિવ્યાંગ સ્મિતે રાજ્યભરમાં વગાડ્યો ડંકો- રાઈટરની મદદથી પરીક્ષા આપી મેળવ્યા 99.97 પર્સન્ટાઈલ

રાજકોટ: આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ(Gujarat Secondary and Higher Secondary Board) તરફથી ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ(result) જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં કેટલાય વિદ્યાર્થીઓના પરિણામો સારા આવતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો છે. ત્યારે આવા જ એક સમાચાર રાજકોટમાંથી મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર, રાજકોટના ધોળકિયા સ્કૂલ (Dholakia School)નો વિદ્યાર્થી સ્મિત ચાંગેલાએ 99.97 પર્સન્ટાઈલ મેળવીને શાળા તથા પરિવારનું નામ રોશન કર્યુ છે.

આ વિદ્યાર્થીની ખાસ વાત તો એ છે કે, સ્મિત શારીરિક ક્ષતિ ધરાવે છે. તેને એક જ જગ્યાએ બેસીને અભ્યાસ કરવો પડે છે. આખા વર્ષ દરમિયાન તેણે દિવસ-રાત જોયા વગર સખત મહેનત કરી છે, જેનું સારું એવું પરિણામ તેને મળ્યું છે. સ્મિત ચાંગેલાએ 99.97 પર્સન્ટાઈલ મેળવ્યા છે, જેમા 95 ટકા આવ્યા છે. પરિણામ જાહેર થતાની સાથે જ તે માતાપિતા સાથે વ્હીલચેર પર ધોળકિયા સ્કૂલે પહોંચ્યો હતો. જ્યાં સ્કૂલ દ્વારા તેને મીઠાઈ ખવડાવી અને ગળામાં હાર પહેરાવીને શુભેચ્છા આપવામાં આવી હતી.

પરિણામ વિશે સ્મિતે જણાવ્યું છે કે, હુ લખી કે ચાલી શક્તો નથી, બેસીને જ ભણવુ પડે છે, એક બેન્ચ પર બેસીને સતત ભણ્યા કરતો હતો. ઓનલાઈન કરતા ઓફલાઈન અભ્યાસ રહ્યો હોત તો મારું પરિણામ હજી વધ્યુ હોત. કોરોનામાં ઓનલાઈન અભ્યાસ હતો, પરંતુ ઓફલાઈન અભ્યાસ થયા બાદ મારી મહેનત વધી. તે કારણે જ મારુ આટલુ પરિણામ આવ્યું. મારી પાછળ મારા માતાપિતા અને કુટંબની ભારે મહેનત છે. તમના કારણે જ હું અહીં પહોંચ્યો છું.

સ્મિત ચાંગેલાને ન્યુરોપેથી રોગ છે. શારીરિક ક્ષતિ હોવાથી સ્મિતે રાઈટરની મદદથી પરીક્ષા આપી હતી. સ્મિતે જણાવ્યું કે, મારા રાઈટર તેજ માંકડિયાએ નિસ્વાર્થભાવે મારે મદદ કરી, આજે અમારા બેવની મદદ ફળી છે. વધુમાં તેણે જણાવ્યું કે, આ આજે પરિણામની ખુશી વ્યક્ત કરી શકીતો નથી. મારા માતાપિતા, પરિવાર, સ્કૂલના શિક્ષકોને કારણે છું આ જગ્યાએ છું. મારી પાછળ ધોળકિયા સ્કૂલની મહેતન છે. મારા 700 માંથી 662 માર્કસ આવ્યા છે. આગામી સમયમાં હુ યુપીએસએસી અને જીપીએસસીની પરીક્ષા આપવાની મારી ઈચ્છા છે. હું આગળ જઈને વિકલાંગો અને દિવ્યાંગોની સેવા કરવા માંગુ છું. મારે દેશની સેવા કરવી છે.

તેના પિતાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, તેનુ પરિણામ સ્કૂલ અને તેની માતાને કારણે આવ્યુ છે. તેની માતાએ તેના અભ્યાસ પર બહુ જ ધ્યાન આપ્યુ હતું. હુ સવારથી સાંજ સુધી મોરબી જ હોઉ છું, સ્મિતની 90 ટકા જવાબદારી તેના મમ્મી નિભાવે છે. તો કોરોમાં કેવી રીતે અભ્યાસ કરાવ્યો તે વિશે માતાએ કહ્યુ કે, મહેનત તો બધાની છે. તેના તમામ સાહેબોની છે. સ્મિત વિકલાંગ છે તે એક જ જગ્યાએ બેસીને અભ્યાસ કરે છે. તેથી તમામે તેની પાછળ બહુ મહેનત કરી. તેને કલેકટર બનવું હોવાથી આગળ તે યુપીએસસીની તૈયારી કરશે. હાલ સ્મિતના પરિણામને કારણે તેના પરિવારમાં ખુશીનું વાતાવરણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *