ભગવાનના ઘરમાં પુજારીએ મહિલાને માર્યો ઢોર માર- મહિલાએ એવી હરકતો કરી હતી કે… જુઓ વિડીયો

એક મહિલાને મંદિરમાંથી ઢસડીને બહાર લઇ જતી જોવા મળી હતી. આ વીડિયો બેંગલુરુથી સામે આવ્યો છે. આ વીડિયોમાં તમને જોવા મળશે કે, મહિલાને લાત અને થપ્પડો મરવામાં આવી રહ્યા છે. વીડિયોમાં મહિલાને મંદિરની બહાર ઢસડીને લઈ જવામાં આવી રહી છે. ત્યારે પોલીસે મંદિરના પૂજારી સાથે વાત કરી ત્યારે તેમને જણાવ્યું કે, આ મહિલા ભગવાનને પોતાનો પતિ બનાવીને મંદિરના ગર્ભગૃહમાં ભગવાનની બાજુમાં બેસવાની જીદ કરી રહી હતી.

આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એક મિનિટ અને 17 સેકન્ડના આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, મંદિરના પૂજારી દ્વારા મહિલાને ઢસડીને બહાર કાઢવામાં આવે છે. ત્યારે મહિલા મંદિરના ગેટ પાસે ફરી એકવાર ઊભી રહે છે અને પાછી અંદર આવે છે. ત્યારે મહિલાને થપ્પડ મારીને નીચે પછાડે છે. ત્યારબાદ તેને ફરી એકવાર ઘસડીને મંદિરની બહાર કાઢવામાં આવે છે.

મહિલાને મંદિરની બહાર લઈ જઈને ફરીવાર માર મારવામાં આવે છે. તેમ છતાંય મહિલા ફરી એકવાર ઉભી થઈને મંદિરની અંદર આવવાનો પ્રયત્ન કરે છે. એ સમયે ગેટ પાસે ઉભેલા પુજારી તેને ફરી એકવાર રોકે છે અને ત્યારે તે વ્યક્તિ એક ડંડો લઈને આવે છે અને મહિલાને ત્યાંથી ભગાડી દે છે.

મહિલાનું નામ હેમવતી છે, પીડિતા હેમવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, કહ્યું કે અમૃતહલ્લી વિસ્તારમાં લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરના ધર્મદર્શી મુનીકૃષ્ણએ તેમની સાથે મારપીટ કરી હતી. ત્યારબાદ પોલીસે મંદિરના ધર્મદર્શી મુનીકૃષ્ણ વિરુદ્ધ IPCની કલમ 354 હેઠળ ફરિયાદ નોધીને આગળની કર્યવાહી હાથ ધરી છે.

ત્યારે મંદિરના પૂજારી મુનીકૃષ્ણાએ પોતાનો બચાવ કરતા પોલીસને જણાવે છે કે, મહિલાએ દાવો કર્યો છે કે “વેંકટેશ્વર તેના પતિ છે અને ગર્ભગૃહમાં મૂર્તિની બાજુમાં બેસવાની ઈચ્છા છે.” અને જયારે તેની જીદ માનવામાં ન આવી ત્યારે આ મહિલા પૂજારી પર થૂંકી હતી. જયારે તેને ત્યાંથી જવા માટેનું કહેવામાં આવ્યું ત્યારે તે તૈયાર ન થઈ તો તેને માર માર્યો અને ઢસડીને બહાર લઈ જવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *