નંબર પ્લેટ ઢાંકેલી-વાળેલી કે તૂટેલી હશે તો પણ નહી બચી શકો દંડથી- ગુજરાત સરકાર કરવા જઈ રહી છે આ કામ

ગુજરાત(Gujarat): હવે રાજ્યનો કોઈ વાહન ચાલક દ્વારા અન્ય કોઈ રાજ્યમાં જઈને ટ્રાફિક નિયમ(Traffic rules) તોડવામાં આવશે તો પણ હવે ઈ-મેમો(E-Memo) ઘરે આવી જશે. માત્ર એટલું જ નહીં, હવે તો કોઈ બહાના બનાવશો તો પણ ચાલશે નહી, દંડ 90 દિવસમાં નહીં ભરવામાં આવે તો વર્ચ્યુઅલ કોર્ટમાં તમારો કેસ આપમેળે જ ટ્રાન્સફર કરી દેવામાં આવશે. જેમ જેમ લોકો અવનવી ટેકનોલોજીની મદદથી આગળ વધી રહ્યા છે તેમ હવે સરકાર પણ ઈ-મેમોમાં પણ સ્માર્ટ સિસ્ટમ લાવી રહી છે એટલે જો તમે ટ્રાફિક નિયમ તોડ્યો તો ઈ-મેમો ઘરે આવી જશે.

જો વાત કરવામાં આવે તો ભારતમાં રસ્તા પર દર વર્ષે હજારો લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, ટ્રાફિક નિયમોનું મહત્વ સૌ કોઈ જાણે છે તેમ છતાં પણ નિયમોનું પાલન કરતા નથી. ત્યારે એવામાં સરકાર દ્વારા પણ અવાર નવાર કડક દંડની જોગવાઈ સહિતની અનેક જાહેરાતો કરવામાં આવે છે પણ હજુ પણ લોકો ગમે તેમ કરીને પોલીસથી બચી જવાના રસ્તા શોધતા જોવા મળે છે.

ત્યારે અનેક એવા સવાલ છે જેના જવાબ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના SP શેફાલી બરવાલે આપ્યા છે:

નવી એપ્લીકેશન શું છે અને તે એપ્લીકેશન પાછળનો હેતુ શું?
સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના SP શેફાલી બરવાલે કહ્યું છે કે, કેન્દ્ર સરકારના સડક પરિવહન મંત્રાલય દ્વારા વન નેશનલ વન ચલાન APP બનાવવામાં આવી છે, આ એપ ભારતના તમામ રાજ્યોમાં લાગુ રહેશે અને એક રાજ્યના બીજા રાજ્યને ડેટા પણ શેર કરવામાં આવશે.

કઈ રીતે આપવામાં આવશે નાગરિકોને આ APP ની માહિતી ?
સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના SP શેફાલી બરવાલે જણાવતા કહ્યું છે કે, સોશિયલ મીડિયા, સમાચાર પત્રો તથા મીડિયા ચેનલના માધ્યમની મદદથી જ નાગરિકોને નવી APP ની માહિતી લોકોને આપવામાં આવશે.

ગુજરાતમાં આ APP ક્યારે થશે લાગુ?
સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના SP શેફાલી બરવાલે કહ્યું છે કે, ગત વર્ષથી જ ગુજરાત સરકાર દ્વારા આ APP ને લાગુ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને આગામી એક મહિનાની અંદર આ APP ગુજરાતમાં પણ લાગુ થઇ જશે.

શું ટ્રાફિકના નિયમોમાં થશે કોઈ ફેરફાર?
સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના SP શેફાલી બરવાલે જવાબ આપતા કહ્યું છે કે, ના, ટ્રાફિકના હાલના જે નિયમ છે તે ચાલુ જ રહેશે. તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં.

ઘરે ઈ-મેમો પહોંચી નથી શકતો તો તેની ફરિયાદનું શું?
સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના SP શેફાલી બરવાલે કહ્યું છે કે, ઈ-મેમો જે તે વાહન ચાલકના મોબાઈલ નંબર પર SMS થી પણ જાણ કરી દેવામાં આવશે અને એક વાર ચલાન જનરેટ થઈ ગયાના 90 દિવસ પછી આપમેળે જ મામલો વર્ચ્યુઅલ કોર્ટમાં ચાલ્યો જશે.

શું ઓનલાઈન જ ભરી શકાશે ઈ-મેમો?
સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના SP શેફાલી બરવાલે કહ્યું છે કે, ઓનલાઈન પેમેન્ટ દરમિયાન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ સહિતની તમામ સુવિધાઓ આપવામાં આવશે. આ સાથે નજીકના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જઈને રોકડ રકમથી પણ દંડ ભરી શકાશે, જેની રસીદ પોલીસ દ્વારા તમને આપવામાં આવશે.

ટ્રાફિકનું નિયમન કરી રહેલી અને  રસ્તા પર ઊભી રહેતી પોલીસનું શું થશે?
સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના SP શેફાલી બરવાલે કહ્યું છે કે, ટ્રાફિક પોલીસ માત્ર મેમો આપવા માટે જ ઊભી નથી રહેતી પરંતુ ટ્રાફિકના નિયમન માટે તો તેઓ ત્યાંને જ રહેશે. પણ જેમ જેમ ઈ-મેમો વધતાં જશે તેમ તેમ નાગરિક અને પોલીસ વચ્ચે ઈન્ટરફેસ પણ ઘટતો જશે.

નંબર પ્લેટ ઢાંકેલી-વાળેલી હોત તો ઈ-મેમોથી બચતા લોકોનું શું થશે?
સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના SP શેફાલી બરવાલે કહ્યું છે કે, તેમના માટે ટ્રાફિક પોલીસના જવાનો રસ્તા પર હશે જે આવા વાહનચાલકોને પકડી શકે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

મધ્ય પ્રદેશમાં રેડ લાઇટ નિયમનો ભંગ કર્યો, તો દંડ ગુજરાતનો લાગુ થશે કે મધ્ય પ્રદેશનો, ત્યારે આ સવાલના જવાબમાં સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના SP શેફાલી બરવાલે એમ પણ જણાવતા કહ્યું હતું કે, જો વ્હીકલ ગુજરાતનું છે તો દંડની રકમ ગુજરાત અનુસાર લાગુ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *