Surat Woman Viral Video: બે દિવસ અગાઉ સુરતમાં એક મહિલાએ એસટી બસના ડ્રાઈવર સાથે મારામારી કરી હોય તેવો બનાવ બન્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો (Surat Woman Viral Video) પણ વાયરલ થયો હતો.
સુરતના અડાજણ વિસ્તારમાં એક મહિલાએ એસટી બસના ડ્રાઇવર સાથે નજીવી બાબતમાં મારામારી કરી હતી. મહિલાએ જાહેરમાં બસ ડ્રાઈવરને તમાચા માર્યા હતા. અને આ ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો. આ પોલીસના ધ્યાને આવતા બે મહિલા સહિત એક યુવકને હવે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. એસટી ડ્રાઈવરે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરતા બે મહિલા સહિત એક યુવક એમ કુલ મળીને ત્રણ જણાની ધરપકડ કરી છે.
અડાજણ પોલીસ દ્વારા ફરજ રૂકાવટ તેમજ મારામારીની કલમો અંતર્ગત ફરિયાદ નોંધી છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એકટીવા ચાલક મહિલા એસટી બસના ડ્રાઇવરને જાહેરમાં તમાચા મારી રહી છે.
અડાજણ પોલીસે ડ્રાઇવરને માર મારનાર મીનાક્ષીબેન ઉર્ફે મીનાબેન અનિલભાઈ કહાર, જીતાલી અનિલભાઈ કહાર અને અક્ષય અનિલભાઈ કહાની ધરપકડ કરી છે. પોલીસે આ તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: