ઓડિશા: તાજેતરમાં કેન્દ્રપાડા જિલ્લામાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિલાએ બે માથા અને ત્રણ હાથ ધરાવતા એક બાળકને જન્મ આપ્યો છે. જાણવા મળ્યું છે કે, આ મહિલાએ આ ચમત્કારિક બાળકને રવિવારના દિવસે જન્મ આપ્યો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે, આ બાળકીના બંને માથા સંપૂર્ણ વિકસિત છે. મળતી માહિતી અનુસાર, આ બાળકી પોતાના બંને મોઢાથી ખાઈ શકે છે અને પોતાના બંને નાકથી શ્વાસ પણ લઇ શકે છે.
જાણવા મળ્યું છે કે, જન્મના થોડા જ સમયમાં આ બાળકીની હાલત બગડતા તેને ખાનગી હોસ્પિટમાં ખસેડવામાં આવી હતી. આ બાળકીને સીઝર ડિલિવરી કરીને જન્મ આપવામાં આવ્યો હતો. ડોક્ટરોએ જણાવ્યું કે, આ બાળકી ભલે શરીરથી જોડાયેલી છે પણ તે અલગ અલગ છે. એટલે કે, જુડવા બાળકીઓ છે. પરંતુ, આવું કેવી રીતે થઇ શકે છે કે, બાળકીના માથા તો જુદા-જુદા છે પણ ધડ એક જ છે.
ડોકટરોના કહેવા અનુસાર આ એક રેર મીડીકલ કૅન્ડીશન છે. લાખો કેસોમાંથી એક આવો કેશ બહાર આવતો હોય છે. આ બાળકી જોડાયેલ જુડવા છે આ એક ખુબ જ દુર્લભ કંડિશન છે. મળતી માહિતી મુજબ, આ બાળકીને ધડ એક છે સાથે બે પગ અને ત્રણ હાથ છે અને બે માથા છે. આ બાળકી પોતાના બંને મોઢા વડે ખાઈ શકે છે અને રડી પણ શકે છે. આ સાથે જ બંને મોઢા વડે શ્વાસ પણ લઇ શકે છે. ડોક્ટરનું કહેવું છે કે, હાલ આવી પરિસ્થિતિ ભાગ્યે જ બનતી હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.