રહેણાંક વિસ્તારમાં મહિલા ચલાવતી હતી કૂટણખાનું અને અચાનક ત્રાટકી પોલીસ, બે મહિલા સાથે પુરુષો એવી હાલતમાં હતા કે…

જામનગર(ગુજરાત): ગુજરાતમાં અવારનવાર પોલીસ દરોડા પાડીને કુટણખાના ઝડપી પાડ્યા છે. ત્યારે ફરી એકવાર ગુજરાતના જામનગરના રહેણાંક વિસ્તારમાં ગોરખધંધાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કુટણખાનું મહિલા…

જામનગર(ગુજરાત): ગુજરાતમાં અવારનવાર પોલીસ દરોડા પાડીને કુટણખાના ઝડપી પાડ્યા છે. ત્યારે ફરી એકવાર ગુજરાતના જામનગરના રહેણાંક વિસ્તારમાં ગોરખધંધાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કુટણખાનું મહિલા સંચાલિત હોવાનું જાણવા મળ્યું હતું.

મળતી માહિતી અનુસાર, જામનગર શહેરના રહેણાંક વિસ્તારમાં મહિલા સંચાલિત કુટણખાનાનું ઝડપાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. હાલ તો પોલીસે દરોડો પાડીને 2 મહિલા અને 2 પુરુષ સહિત 4 વ્યક્તિઓની ધડપકડ કરી છે.

સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, જામનગરની યોગેશ્વરધામ સોસાયટીના રહેણાંક વિસ્તારમાં કુટણખાનુ ચાલતુ હોવાની માહિતી પોલીસને મળી હતી. મળેલી માહિતીના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલીને કુટણખાના સંચાલક 2 મહિલા અને 2 પુરુષો સહિત 4 વ્યક્તિઓની ધડપકડ કરી છે. સાથે સાથે, પોલીસે કુટણખાનામાંથી અશ્લીલ સામગ્રી તેમજ રોકડ રકમ પણ જપ્ત કરી છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, મહારાષ્ટ્ર અને જામનગરની 2 યુવતી મારફતે દેહવિક્રયનો વ્યવસાય ચલાવવામાં આવી રહ્યો છે. પોલીસે આરોપીઓને પકડી પાડીને આ કુટણખાનું કેટલા સમયથી ચાલતું હતું? તે દિશામાં તપાસ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *