સુરત: કામરેજનો સરપંચ એક-બે નહિ પરંતુ ત્રીજી વખત કોન્ટ્રાક્ટર પાસેથી હજારોની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

સુરત(ગુજરાત): હાલમાં સુરતના કામરેજ તાલુકામાથી પંચાયત કક્ષાના અધિકારી અને પદાધિકારીઓ પ્રજાલક્ષી કામો કરવાના બદલામાં રોકડ રકમની લાંચ લેતા એસીબીના હાથે પકડાવાની અનેક ઘટનાઓ સામે આવી…

સુરત(ગુજરાત): હાલમાં સુરતના કામરેજ તાલુકામાથી પંચાયત કક્ષાના અધિકારી અને પદાધિકારીઓ પ્રજાલક્ષી કામો કરવાના બદલામાં રોકડ રકમની લાંચ લેતા એસીબીના હાથે પકડાવાની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. આ દરમિયાન, મંગળવારે ફરી કામરેજ તાલુકાના જોખા ગામનો સરપંચ કોન્ટ્રાકટર પાસે 50 હજારની લાંચ લેતો પોતાના ઘરમાં જ પકડાયો હોવાનું સામે આવ્યું છે.

જાણવા મળ્યું છે કે, જોખા ગામે પીએમ આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓના મંજૂર થયેલા આવાસ બનાવવાની કામરેજ તાલુકા પંચાયતની નિગરાણી હેઠળ જોખા ગ્રામ પંચાયત હસ્તક ખાનગી કોન્ટ્રાકટર પાસે કામગીરી કરાવવામાં આવતી હોય છે.

આ દરમિયાન, આવાસ બનાવવાની કામગીરી આપવા માટે એજન્સીના કોન્ટ્રાકટર પાસેથી જોખાના સરપંચ હિતેષભાઇ કાંતિલાલ જોષી દ્વારા રોકડ રકમની લાંચની માંગણી કરવામાં આવી હતી ત્યારે ફરિયાદી કોન્ટ્રાક્ટરે મકાનો બનાવી આપવાનું કામ આપવાના અવેજ પેટે અગાઉ પહેલી વાર રૂપિયા 11,000 તથા બીજીવાર રૂપિયા 40,000 લીધા બાદ સરપંચ હિતેષ જોશીએ ગઇકાલે કોન્ટ્રાક્ટરને પોતાના ઘરે બોલાવી વધુ રૂપિયા 50,000ની કામ આપવાના અવેજ પેટે માંગણી કરી હોવાનું સામે આવ્યું છે.

જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બીના ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરેલ જેથી ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમિયાન સરપંચ હેતુલક્ષી વાતચીત કરી કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચની માંગણી કરી સ્વીકારી પોતાના ઘરમાં જ આર.કે.સોલંકી, પોલીસ ઇન્સ્પેકટર, સુરત ગ્રામ્ય એસીબી પો.સ્ટે. સુરત તથા એસીબી સ્ટાફના હાથે પકડાઇ જતાં તેની અટક કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *