OYO Hotel News: OYO એક બહુ મોટો સ્કેમ છે. સોશિયલ મીડિયા પર યુઝર ભડક્યા હતા. બન્યું કંઈક એવું હતું કે જ્યારે હોટેલ બુકિંગ કંપની OYOના (OYO Hotel News) એક કસ્ટમર એ દાવો કર્યો છે કે OYOને કારણે તેને રેલ્વે સ્ટેશન પર સુવા માટે મજબૂર થવું પડ્યું હતું. પ્લેટફોર્મ થી instagram પર પોતાનો એક વીડિયો શેર કરી મહિલા કસ્ટમર એ લાંબી પોસ્ટ લખી દાવો કર્યો છે કે ઓનલાઈન બુકિંગ કન્ફર્મ થયા બાદ પણ ચેક ઇન ના એક કલાક બાદ જ તેને રૂમ ખાલી કરવા માટે મજબૂર કરવામાં આવી. પોતાની સાથે છેતરપિંડી થયાનું જાણ્યા બાદ મહિલાએ લખ્યું કે તમને પ્લેટફોર્મ પર પણ સુવડાવી શકે છે.
Instagram યુઝરે કહ્યું કે મારું ઘર શહેરમાં ખૂબ દૂર હતું, એટલા માટે સવારની ટ્રેન પકડવા માટે મેં OYOમાં રૂમ બુક કરી. મહિલાએ આગળ લખ્યું કે પરંતુ OYO તો OYO છે. હોટલ મેનેજર એ પહેલા ચેક ઇન કરાવ્યું. પછી એક કલાક બાદ આવીને કહેવા લાગ્યો કે માલિકે રૂમ ખાલી કરવા માટે કહ્યું છે કારણ કે આ રૂમ આટલી ઓછી કિંમતે ન આપી શકાય.
મહિલાએ કહ્યું મને એવું કહીને રૂમ ખાલી કરવા માટે કહેવામાં આવ્યું કે ઓનલાઇન પ્લેટફોર્મ પર જે કિંમત આપવામાં આવી છે તે ખોટી છે. તમારે એક્સ્ટ્રા પૈસા આપવા પડશે. ત્યારબાદ મહિલાએ સીધા OYOના કસ્ટમર કેરમાં ફોન લગાવ્યો પરંતુ તેની મુશ્કેલી ઘટવાને બદલે વધી ગઈ હતી.
વાતચીત થયા બાદ મહિલાને જે હોટલમાં શિફ્ટ કરવામાં આવી તે એકદમ ભુતીયા હતી. ત્યાં રિસેપ્શન પર કોઈ ન હતું. જેનાથી તંગ આવી મહિલાએ બીજી વખત OYO કસ્ટમર કેરમાં ફોન કર્યો. જ્યાં તેણે ફરીથી હોટલ બદલવા માટે કહ્યું. પરંતુ મહિલાએ કહ્યું કે બીજી હોટલ મને 7 કિલોમીટર દૂર આપી. જોકે સવારની ટ્રેન પકડવાની હતી અને સ્ટેશનની આસપાસ કોઈ હોટલ ન મળી તો તેણે રિફંડ આપવા માટે કહી દીધું.
View this post on Instagram
પરંતુ રિફંડની પ્રોસેસ પણ કંઈ ઓછી હેરાનગતિ વાળી ન હતી. કસ્ટમરની રિફંડનું કામ સંભાળતી એક અન્ય બ્રાન્ચને કોન્ટેક્ટ કરવા માટે કહી દેવામાં આવ્યું. મહિલાએ આગળ કહ્યું કે હું એટલી હેરાન થઈ ગઈ કે થાકીને પછી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર જ સુવાનો નિર્ણય લીધો. મહિલાનો વિડીયો જોત જોતામાં વાયરલ થઈ ગયો અને લોકોએ પર પોતાની ભડાશ કાઢી.
OYO તમને રેલ્વે પ્લેટફોર્મ પર સૂવડાવી શકે છે
ઘણા સોશિયલ મીડિયા યુઝરે OYO કંપનીને સ્કેમ કહેતા પ્રતિબંધ લગાડવાની માંગણી કરી હતી. તેમજ ઘણા લોકોએ OYOમાં થયેલા ખરાબ અનુભવો કોમેન્ટ બોક્સમાં શેર કર્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે OYO પર ભરોસો ન કરવો જોઈએ હું પણ આવી ઘટનાનો શિકાર થયો છું. બીજા વ્યક્તિએ કહ્યું કે OYO કબુતર બાજ છે. સારું રહેશે તમે અન્ય કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરો જે તમને સારી ગ્રાહક સુવિધા આપે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App