Karnataka Rrickshaw Viral Video: કર્ણાટકના મેંગલુરુનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ વીડિયોમાં છોકરીની બહાદુરી દેખાઈ રહી છે. જેમાં બાળકીએ તેની માતાને બચાવવા માટે ઓટો રિક્ષા ઉપાડી હતી. આ ઘટનામાં અકસ્માત બાદ આ ઓટો રિક્ષા (Karnataka Rrickshaw Viral Video) પલટી ગઈ હતી. જે એક છોકરી જોઈ જતા તેને બહાદુરીપૂર્વક તે ઓટોરિક્ષા ઉભી કરી તેની માતાને બચાવી હતી. ત્યારે આ ઘટનાનો વીડિયો હ્રદય કંપાવી દે તેવો છે.
હચમચાવી દેતો વિડીયો થયો વાયરલ
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક પુરપાટ ઝડપે આવતી ઓટો રિક્ષા એક મહિલાની ઉપર પલટી ગઈ. રિક્ષામાં ઘણા લોકો સવાર હતા.જો કે આ મહિલાની પુત્રી પણ નજીકમાં હાજર હતી. જ્યારે પુત્રીએ જોયું કે રિક્ષા તેની માતા પર પલટી ગઈ છે, ત્યારે તેણે ભારે ઓટોરિક્ષાને ઉપાડવાનો પ્રયાસ કર્યો. તેણીએ માત્ર તેને ઉપાડવાનો પ્રયાસ કર્યો જ નહીં પરંતુ અન્ય લોકોની મદદથી તે તરત જ રિક્ષાને ઉપાડવામાં સફળ પણ થઈ.
સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ
જાણવા મળી રહ્યું છે કે આ ઘટના ત્યારે બની જ્યારે એક ઓટોરિક્ષા રોડ ક્રોસ કરી રહેલી એક મહિલા સાથે અથડાઈ અને પલટી ગઈ. મહિલા તેની પુત્રીને ટ્યુશન ક્લાસમાંથી લેવા માટે રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે અકસ્માત થયો હતો. જો કે આ છોકરી માત્ર તેની માતાને બચાવવામાં સફળ ન રહી પરંતુ ડ્રાઈવર અને પેસેન્જરને બહાર કાઢવામાં પણ મદદ કરી. એક સોશિયલ મીડિયા યુઝરે વીડિયો શેર કરીને લખ્યું કે આ છોકરી ખરેખર વખાણને પાત્ર છે.
આ છોકરીની બહાદુરીના થઇ રહ્યા છે વખાણ
સોશિયલ મીડિયા પર આ છોકરીના ખૂબ વખાણ થઈ રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે છોકરીએ તેની માતાને બચાવી લીધી, જોરદાર હિમ્મત કરી છે. બીજાએ લખ્યું કે છોકરીને સલામ પણ માતાને કેવી રીતે રસ્તો ક્રોસ કરવો તેની તાલીમ તેની માતાને આપવી જોઈએ. અન્ય એકે લખ્યું કે આ સિંહણને રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કારથી સન્માનિત કરવી જોઈએ.
કર્ણાટકના મેંગ્લોરના કિન્નીગોલીનો એક Video Viral
રોડ ક્રોસ કરતી મહિલા ઓટોરિક્ષા અથડાતાં ઓટોરિક્ષા પલટી ગઈ અને મહિલા રિક્ષા નીચે દબાઈ ગઈ
એક દીકરી ખુબજ બહાદુરી પૂર્વક રિક્ષાને ઊભી કરી #Karnataka #Mangalore #Kinnigoli #Rickshaw #ViralVideo #VideoViral
Video : Social Media pic.twitter.com/hNIBV4ztVL— Priykant Journalist (@Priykantnews) September 9, 2024
લોકોએ આપી પ્રતિક્રિયા
અન્ય એકે લખ્યું કે છોકરી ગમે તેટલી પ્રશંસાને પાત્ર છે. એકે લખ્યું કે એક તરફ લોકો લાચારી અનુભવીને રડવા લાગે છે, તો બીજી તરફ આ છોકરીએ પોતાની માતાને બચાવવા માટે રિક્ષા પણ ઉપાડી. અન્ય એક વ્યક્તિએ લખ્યું કે તે સરાહનીય છે કે છોકરીએ ઉભા રહીને વીડિયો જોવા અને રેકોર્ડ કરવાને બદલે પહેલા મદદ કરવાનું વિચાર્યું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App