એફિલ ટાવર સામે મહિલા આપી રહી હતી પોઝ, અચાનક જ પગ લપસતા… – જુઓ હચમચાવી દે તેવો વિડીઓ 

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમે હેરાન થઇ જશો.

ભલે દુનિયા ગમે તેટલી પ્રગતિ કરે અને આપણે ગમે તેટલા જૂના થઈએ, કેટલીક વસ્તુઓ ક્યારેય બદલાતી નથી. તેમાંથી એક છે, જ્યારે કોઈ લપસી જાય ત્યારે તમારા હાસ્યને કાબુમાં કરવું ખુબ અઘરું છે. દુનિયામાં એવા ઘણા લોકો છે જે કોઈ લપસી જાય ત્યારે હસવા લાગે છે. જોકે, આ આદતને કાબૂમાં રાખવી ખૂબ જ જરૂરી છે. સોશિયલ મીડિયા પર એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને બે ઘડી માટે તો તમારો શ્વાસ થંભી જશે.

 

View this post on Instagram

 

A post shared by Young Landlord (@younglandlord01)

ફ્રાન્સના પેરિસમાં સ્થિત એફિલ ટાવર વિશ્વના સૌથી પ્રખ્યાત સ્થળોમાંનું એક છે. વિશ્વભરના પ્રેમાળ યુગલો અહીં જવાનું સપનું જુએ છે. તાજેતરમાં સલવાર સૂટ પહેરેલી એક મહિલા એફિલ ટાવરની મુલાકાત લેવા ગઈ હતી. એક સામાન્ય પ્રવાસીની જેમ એફિલ ટાવર સામે પોઝ આપતી વખતે મહિલા પણ નીચે ઉતરી રહી હતી. પરંતુ પછી તેનો પગ લપસી ગયો અને તે ધડામ કરતી નીચે પડી જાય છે.

સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર 2 લાખથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે. કેટલાક લોકો મહિલાને લપસી જતા જોઈને હસી રહ્યા છે. જ્યારે કેટલાકને ચિંતા થઈ રહી છે કે તેને કેટલું દુ:ખ થયું હશે. પર્યટન સ્થળે ફોટો કે વીડિયો શુટ કરાવવો યાદો બનાવવા માટે સારું છે, પરંતુ આ સમય દરમિયાન તમારે તમારી આસપાસની વસ્તુઓનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. જો આગળ સીડી અથવા સ્લાઇડ્સ હોય તો ખૂબ કાળજી લેવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *