1200 બેડ હોસ્પિટલમાં દાખલ કરવા સિવિલની બહાર દરરોજ 40-50 એમ્બ્યુલન્સની લાંબી લાઈનો લાગે છે. એક દર્દીને દાખલ કરવામાં દોઢ કલાક નીકળી જાય છે. જાણવા મળ્યું છે કે, હોસ્પિટલ તંત્રએ દર્દીઓને લઈને ઊભી રહેતી એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો માટે ગેટ પાસે મંડપ બાંધ્યા છે. પરંતુ, શનિવારે 12:30 વાગે વટવાથી રિક્ષામાં આવેલી એક મહિલાનું ઓક્સિજન લેવલ ઘટીને 45 થઈ જવા છતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાને બદલે માત્ર ગ્લુકોઝનો બાટલો ચઢાવાયો હતો.
જાણવા મળ્યું છે કે, 6 કલાક થયા છતાં મહિલાને દાખલ કરાઈ ન હતી. આખરે મહિલાને ગભરામણ અને પેટમાં દુ:ખાવો ઉપડતાં તેના પુત્રે ઓપીડી સામે રોડ પર સૂવડાવવી પડી હતી. લગભગ 7:30 કલાકની રઝળપાટ પછી આખરે મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાના પરિવારે 108ને ફોન કર્યો હતો પરંતુ 2 કલાક સુધી એમ્બ્યુલન્સ આવી ન હતી. આખરે તેમનો પુત્ર રિક્ષામાં લઈને આવ્યો હતો. તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમનો 60મો નંબર હતો. આ દરમિયાન મહિલાનું ઓક્સિજન લેવલ સતત ઘટી રહ્યું હતું.
હસતા રમતા અમદાવાદ શહેરમાં જાણે અચાનક કોઈ ડરનો માહોલ આવી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. લોકો એક બીજાને બચાવવા માટે હવાતિયાં મારી રહ્યા છે. ક્યાંક એમ્બ્યુલન્સ વેઈટીંગ, ક્યાંક સારવારમાં વેઈટીંગ, ક્યાંક દવામાં વેઈટીંગ તો ક્યાંક મૃતદેહ લેવામાં અને ત્યારબાદ અંતિમવિધિ માટે સ્મશાનમાં વેઈટીંગ છે.
સૌથી મોટી કોરોના હોસ્પિટલ 1200 બેડમાં પણ રાતથી સવાર સુધી સતત એમ્બ્યુલન્સ ગેટ પાસે ઉભેલી જોવા મળે છે. આ ઉપરાંત હોસ્પિટલમાં સારવાર માટે વેઈટીંગ પણ સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની બહાર પણ એમ્બ્યુલન્સ વેઈટીંગમાં છે. જ્યાં દર્દીનો વારો આવે ત્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. બીજી તરફ દર્દીનો નંબર ન આવે ત્યાં સુધી તેમને એમ્બ્યુલન્સમાં જ રાખવામાં આવે છે. જ્યાં તેમને ઓક્સિજન આપવામાં આવે છે.
એમ્બ્યુલન્સમાં લવાતા 80 ટકાથી વધુ દર્દી ઓક્સિજનની જરૂરવાળા હોય છે. જેના કારણે હોસ્પિટલના વોર્ડમાં કે અન્ય હોસ્પિટલમાં દાખલ ન કરાય ત્યાં સુધી તેમને ઓક્સિજન માટે રાહ જોવી પડે છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે, તાત્કાલિક સારવાર મળે એ માટે એમ્બ્યુલન્સમાંથી સ્ટ્રેચરને બદલે બેડમાં ટ્રાન્સફર કરી બેડમાં લાગેલા સ્ટેન્ડમાં ઓક્સિજન બોટલ લગાવીને ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે. ત્યારબાદ અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડે 1200 બેડ હોસ્પિટલ અને મંજુશ્રી હોસ્પિટલમાં ઓકિસજનની જરૂરીયાતને પહોચી વળવા માટે તબક્કાવાર આધુનિક ટેન્કો ઈન્સ્ટોલ કરવામાં આવી છે. જેમાં 1200 બેડ હોસ્પિટલ, મંજુશ્રી હોસ્પિટલ અને સિવિલ બિલ્ડીંગમાં 20 હજાર લીટરની ક્ષમતાવાળી ઓક્સિજન ટેંક સ્થાપિત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, કુલ 60 હજાર લીટર ઓક્સિજન ટેન્કોની ક્ષમતા સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.