ઘણા લોકો વિચારતા હોય છે કે, જો સારું ભણશે તો એમને ભવિષ્યમાં સારી નોકરી મળી જશે. અને આગળનું જીવન સુખેથી અને શાંતિથી વીતી જશે, પરંતુ લાખોની નોકરી મળ્યાં પછી પણ, જો કોઈ સંસારી જીવનનો ત્યાગ કરી અને ત્યાગી બની જાય અને વૈરાગ્ય પસંદ કરે તો લોકો તેના વિશે શું કહે?
પ્રયાગરાજ કુંભ વિસ્તારમાં એક એવી જ મહિલા છે કે, જે અઘોરી બની ગઈ હતી, કે જેણે MBA ની ડિગ્રી પણ મેળવી હતી. અને તેના લગ્ન પણ થઇ ચુક્યા હતા. તેની અઘોરી બાઈની એક દીકરી પણ છે. પરંતુ 8 વર્ષ પહેલા જ મહિલાએ બધું જ ત્યજી દીધું હતું અને સ્મશાનનો રસ્તો અપનાવી લીધો હતો અને ત્યારબાદ તે અઘોરી બની ગઈ અને પોતાનું જીવન વ્યતિત કરી રહી છે.
ઘણા સમાજની અંદર મહિલાઓને સ્મશાન કે કબ્રસ્તાનમાં જવા દેવામાં આવતા હોતા નથી. પણ આ મહિલા સ્મશાનમાં જઈને જ શિવની ભજન-ભક્તિ કરી રહી છે. અને હાલમાં એક અઘોરી બાઈ તરીકે પોતાનું જીવન વિતાવી રહી છે. આ અઘોરી મહિલાનું નામ છે પ્રત્યંગિરા.
કે જેણે કમ્પ્યુટર વિષયમાં એપ્લિકેશન વિભાગમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી લીધી હતી. ત્યારબાદ તેને HR કોલેજમાંથી એમબીએ ની ડીગ્રી પણ પ્રાપ્ત કરી હતી. તે મહિલાએ એમબીએ કરતા પહેલા તેણે બીસીએ પણ કર્યું હતું. અને અઘોરી બાઈ બનતા પહેલા તે એક સોફ્ટવેયર કંપનીની અંદર સારા એવા પગારમાં નોકરી પણ કરતી હતી.
આ અઘોરી મહિલા ગળાની અંદર નરમુંડો અને રુદ્રાક્ષની, વગેરેની માળા પણ પહેરે છે. અને કાળા કપડા એ તેની ઓળખ પણ બની ગઇ છે. તે માથા ઉપર કાળા રંગની પાઘડી પણ પહેરે છે.આ અઘોરી મહિલા શંકર ભગવાનની સાધક છે. અને તેમનું કહેવું છે કે, ભગવાન શિવનું સ્થાન સ્મશાનમાં છે, માટે તે 8 વર્ષ થી જ સ્મશાનમાં સાધના કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle