ભારતમાં પહેલા ટીકટોકરનું મોત- અવનવા પેતરા કરી વિડીયો બનવા જતા થયું મોત

TikTok વિડીયો બનાવવાના ચક્કરમાં ઘણા યુવાનો નો જીવ ગુમાવી ચૂક્યા છે પરંતુ લોકો ફરી પણ તેનાથી સિખ નથી લઈ રહ્યા. બેંગ્લોરમાં એક બાવીસ વર્ષના યુવકનું…

TikTok વિડીયો બનાવવાના ચક્કરમાં ઘણા યુવાનો નો જીવ ગુમાવી ચૂક્યા છે પરંતુ લોકો ફરી પણ તેનાથી સિખ નથી લઈ રહ્યા. બેંગ્લોરમાં એક બાવીસ વર્ષના યુવકનું tik tok બનાવાના ક્રમમાં જીવતી માછલી ગળવા દરમિયાન જીવ ચાલ્યો ગયો.

હકીકતમાં તમિલનાડુમાં હોસુરમાં તળાવમાંથી માછલી પકડવા ગયો હતો. તેને તળાવ કિનારે જ જીવતી માછલી ને ગળતા ટિકટોક વિડિયો બનાવવાનો વિચાર આવ્યો. તે વિડીયો બનાવતી વખતે માછલીને ગળી ગયો અને તે દરમિયાન જ માછલી યુવકના ગળામાં ફસાઈ ગઈ.

યુવકને જ્યારે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી તો તેના મિત્રોએ તેને પીઠ બાજુ સુવડાવી દબાવ્યો પરંતુ તેનાથી કોઇ ફાયદો ન થયો.

તેના બાદ મિત્રો તેને ત્યાંથી એક સરકારી હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. મળતી જાણકારી અનુસાર વિડીયો બનાવવાથી પહેલા યુવકે પોતાના મિત્રો સાથે મળીને દારૂનું સેવન કર્યું હતું.

પોલીસે આ મામલે અપ્રાકૃતિક મોતનો કેસ નોંધી પોતાના મિત્રોને ધરપકડમાં લીધા છે. સૂત્રોના અનુસાર યુવક tik tok સ્ટાર હતો અને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે જીવતી માછલી ગાળવાની કોશિશ કરી રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *