બળદના પ્રેમમાં પાગલ થઇ ગઈ મહિલા અને પછી કરી નાખી એવી હરકત કે, જાણી આંખો પહોળી થઇ જશે

તમને જણાવી દઈએ કે, અનેકવાર પ્રેમ-પ્રકરણમાં કેટલાય લોકો લગ્ન નથી કરતા હોતા. અમુક લોકો તેમના પ્રેમને મેળવવા માટે ગમે તે કરતા હોય છે અને ત્યારે તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો બીજા બધા કિસ્સા કરતા કઈ અલગ જ છે. આજ સુધી તમે ઘણા લોકોને તેમના કૂતરા, બિલાડીઓ, પોપટ અને અન્ય પ્રાણીઓ માટે ત્યાગ કરતા સાંભળ્યા હશે, પરંતુ તમે ક્યારેય બળદના કે આખલાના પ્રેમમાં ગાંડા હોય તે વિશે જોયું કે સાંભળ્યું છે? નહિ ને.. ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં આખલાને કારણે કોઈ સ્ત્રીએ લગ્ન ન કરવાનું નક્કી કર્યું છે.

ત્યારે આવી જ એક ઘટના તમીલનાડુના મુદ્રાઈ જીલ્લાથી સામે આવી છે. આ મહિલાનું નામ સેલ્વરણી કાંગારસુ છે. સેલ્વરણીની ઉંમર અત્યારે 48 વર્ષની છે પરંતુ તેણે નાની ઉંમરે જ લગ્ન નહી કરવાનું નક્કી કર્યું હતું. સેલ્વરણી કાંગારસુ પાસે આખલો છે અને તે ઇચ્છે છે કે તેણીનો આખલો હંમેશા જલ્લીકટ્ટુ સ્પર્ધામાં ભાગ લે. શું તમે આ જલ્લીકટ્ટુ સ્પર્ધા વિષે જાણો છો? ચાલો તમને જણાવી દઈએ કે જલ્લીકટ્ટુ એક રમત છે જે રમતમાં મોટા બળદોને કાબૂમાં લેવામાં આવે છે.

સેલ્વરણી કાંગારસુ બળદને જલ્લીકટ્ટુ સ્પર્ધામાં મોકલવા માંગતી હતી કે, જેથી તે તેના પરિવારની આ પરંપરાને આગળ ધપાવી શકે. સુત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, તોસેલવરણી કાંગારસુના પરિવારના સભ્યો આ પરંપરાને પૂર્ણ કરવા માટે બળદો કે આખલા રાખતા હતા અને તેઓ માને છે કે બળદ ઉછેર એ એક બાળકને ઉછેરવા જેવું જ છે તેમાં કોઈ નવીન વાત નથી. આ વિશે વાત કરતાં સેલ્વરણી કાંગારસુએ કહ્યું હતું કે, ‘તેના બંને ભાઈઓને બળદની સાર અને સંભાળ લેવાનો સમય નથી. સેલ્વરણી કાંગારસુનો ભાઈ આ બધું કરી શકતો ન હતો, તો તેણે પોતે જ આ જવાબદારી માથે લઇ લીધી. હવે સેલ્વરણી આ કામ કરીને પોતાને ગર્વ અનુભવી રહી છે અને તે કહે છે કે તે પણ ખૂબ ખુશ છે.

સેલ્વરણી કાંગારસુએ તેમના આખલાની સાર-સંભાર રાખવા માટે આખી જિંદગી લગાવી દીધી હતી અને સેલ્વરણી કાંગારસુએ તેમના આખલાનું નામ રામુ રાખ્યું છે. તેઓ આ રામુની સાર-સંભાળ કરવાની સાથે સાથે ખેત મજૂરી પણ કરી રહ્યા છે. છેલ્લા 5 વર્ષથી તેમનો રામુ જીતી જ ગયો છે અને ઘણા ખરા ઇનામો પણ મેળવ્યા છે. જેથી હાલમાં વ્યક્તિઓ જે મનમાં નક્કી કરી લે છે તેને પુરી કરવા માટે આખી જિંદગી દાવ પર લગાવી દેતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *