સુરતની કરુણ ઘટના: ચોરી કરતા પકડાઈ ગયો યુવક, પોલીસની નજર ચૂકવીને બ્લેડથી કાપી નાખ્યું ગળું

દક્ષીણ ગુજરાતમાં આવેલ સુરત જિલ્લાના કામરેજ (Kamrej-Surat) નજીક ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીએ આત્મહત્યા (Suicide) કરી લેતા ચકચાર મચી જવા પામી છે. રાત્રે ત્રણ વાગ્યે હાઇવે પર મૃતક ચોરી કરવા જતાં પકડાયો હતો. મૃતક રિક્ષામાં ઊંઘી રહેલા ચાલકના ગજવામાંથી ચોરી રહ્યો હતો.

આ દરમિયાન અહીં પસાર થતાં હોમગાર્ડને શંકા જતા તેણે મૃતકને રંગેહાથ પકડી પાડ્યો હતો. જે બાદમાં તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન તેણે પોતાની પાસે રહેલી બ્લેડથી પોતાનું જ ગળું કાપીને આપઘાત કરી લીધો હતો.

સુરતના કામરેજ નજીક એક ચોર ચોરી કરતા પકડાઈ જતા તેણે આત્મહત્યા કરી લીધી હતી. સમગ્ર ઘટનામાં મળતી માહિતી અનુસાર, ગત રાત્રી દરમિયાન કામરેજ નજીક એક વ્યક્તિ રીક્ષામાં ઊંઘી રહ્યો હતો. આ દરમિયાન યુસુફ મોહમ્મદ મેમણ નામનો યુવાન રિક્ષા ચાલક પાસેથી મોબાઈલ તેમજ ગાજવામાંથી ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, રિક્ષા ચાલક જાગી ગયો હતો, તેમજ અહીં નજીકમાં જ હોમગાર્ડના જવાનો પણ પેટ્રોલિંગમાં હતાં. હોમગાર્ડના જવાનો આવતા યુસુફ પકડાઈ ગયો હતો.

કામરેજ વિસ્તારમાં યુસુફ મેમણ નામનો ઇસમ ચોરી કરતા પકડાઈ જતા હોમગાર્ડના જવાનો તેને રીક્ષામાં બેસાડીને પોલીસ ચોકી લાવવા નીકળ્યા હતા. આ દરમિયાન યુવાને ખિસ્સામાંથી બ્લેડ કાઢી પોતાના ગળા પર મારી દીધી હતી અને આત્મહત્યા કરી લીધી હતી. એક બાજુ યુવાન ચોરી કરતા પકડાયાની વાત બહાર આવી તો બીજી બાજુ મૃતક યુવકની માતાએ પુત્રની હત્યા કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

મૃતકની માતાએ નવો જ ઘટસ્ફોટ કરી ખુદ પોલીસ ઉપર આક્ષેપ કર્યા હતા. મૃતક યુસુફનો થોડા દિવસો પહેલા જ ભેસ્તાન આવાસ ખાતે રહેતા ઈમ્તિયાઝ બેલીમ, આસિફ સહિત ત્રણ ઈસમો સાથે ઝઘડો થયો હતો. જેમાં તેઓએ યુસુફની હત્યા કરવા ધમકી આપી હતી. જેથી યુસુફે આત્મહત્યા નહીં પરંતુ હત્યા થયાનો દાવો મૃતકની માતાએ કર્યો છે.

આ સમગ્ર ઘટના અંગે પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક યુસુફ મેમણ આ પહેલા પણ મારામારી, હત્યા સહિતના ગુનામાં સંડોવાયેલો હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ મોત અંગે ખરું કારણ બહાર આવી શકશે. યુવકનું મોત બ્લેડના ઘાથી કે પછી અન્ય કોઈ ધારદાર હથિયારથી થયું છે તે પોસ્ટ મોર્ટમ બાદ માલુમ પડશે. પોલીસે આ મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *