અમદાવાદમાં લાખો રૂપિયા પડાવતી ગેંગ સાથે સંડોવાયેલા હતા PI અને PSI -ક્રાઈમબ્રાંચે કરી મોટી કાર્યવાહી

તાજેતરમાં જ અમદાવાદમાંથી વેપારીઓને ટાર્ગેટ કરીને મિત્રતા કેળવી તેમની પાસેથી લાખો રૂપિયા પડાવતી ગેંગ સાથે PSIની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે,…

તાજેતરમાં જ અમદાવાદમાંથી વેપારીઓને ટાર્ગેટ કરીને મિત્રતા કેળવી તેમની પાસેથી લાખો રૂપિયા પડાવતી ગેંગ સાથે PSIની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે, આ ગેંગમાં અત્યાર સુધી મહિલા PI સહિત કુલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અહી ઉલ્લેખનીય છે કે, આ લોકો મહિલા ક્રાઇમમાં ખોટી અરજી કરી વેપારીઓને ડરાવતા હતા.

મળતી માહિતી મુજબ, આ કાંડમાં હવે મહિલા પોલીસ સ્ટેશન પૂર્વનાં PSI જે.કે બ્રહ્મભટ્ટ પણ આ હની ટ્રેપ ગેંગમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ અનેક વેપારીઓને પણ ટાર્ગેટ કરી ચુક્યા છે. જાણવા મળ્યું છે કે, આ ગેંગનો માસ્ટર માઇન્ડ ડિસમિસ થયેલો પોલીસ કર્મચારી જીતેન્દ્ર મોદી છે. આ ઉપરાંત તેની સાથે બિપિન પરમાર નામનો વકીલ પણ છે.

ઉન્નતી રાજપુત આ તમામ લોકો સાગરીતો સાથે મળીને 50થી 60 વર્ષનાં વેપારીઓને ટાર્ગેટ બનાવતા હતા. તેમની પાસેથી સમાધાનના નામે તોડ કરતા હતા. આ કામમાં તેમને પીઆઇ તથા પીએસઆઇ સહિતનાં લોકોનો પણ સાથ મળતો હતો. આ મુદ્દે ક્રાઇમબ્રાંચ દ્વારા થોડા દિવસો પહેલા પીઆઇ ગીતા પઠાણની ધરપકડ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, ગેંગનો માસ્ટર માઇન્ડ જીતેન્દ્ર મોદી ફેસબુકમાં મહિલાઓનાં નામે એકાઉન્ટ બનાવતો હતો. ત્યારબાદ વેપારીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલીને તેની સાથે મિત્રતા કરતો હતો. મેસેન્જર પર વાત કરીને મોબાઇલ નંબર પર ઉન્નતી અને ગેંગમાં સામેલ અન્ય યુવતી જ્હાન્વી સાથે વાત કરાવતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *