Savarkundla News: અમરેલીમાં સાવરકુંડલા તાલુકાના ખોડીયાણા ગામના મનસુખ વાઘમશીએ 2013માં સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગામના જ બે શખસ સામે ફરિયાદમાં સાવરકુંડલાની કોર્ટે એકને શંકાનો લાભ આપી છોડી દીધો હતો. જોકે, ફરિયાદીએ કોર્ટમાં અપીલ કરતાં તેને જાનથી મારી નાખવાની ધમકી અપાતી હતી. જેથી કંટાળીને (Savarkundla News) તેને કોર્ટમાં જ ઝેર દવા પી લેતા તેને સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત થતાં પરિવારે લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. જોકે, પોલીસે ફરિયાદ નોંધતા પરિવારે લાશ સ્વીકારી હતી.
ફરિયાદીને આરોપીઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી અપાતી હતી
સાવરકુંડલા એડિશનલ કોર્ટમાં ચાલી જતાં 20/12/2023ના આરોપી સુખા વિરુદ્ધ ગુનોને લઈ આરોપી સુખા મોર,લાલજી મોરની સામે ફરિયાદમાં કોર્ટએ સજા ફટકારી હતી. આરોપી લાલજી મોરને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂક્યા હતો. આ ચુકાદા સામે ફરિયાદી મનસુખે અપીલ દાખલ કરી હતી.
આ કેસ પાછો ખેંચવા માટે આરોપીઓ દ્વારા વારાફરતી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. જેથી મરી જવા મજબૂર કરતા જે માનસિક ત્રાસના લીધે સાવરકુંડલા કોર્ટમાં જાતે મનસુખ વાઘમશીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ત્યારબાદ પરિવાર દ્વારા લાશ સ્વીકારવાનો ઇન્કાર પણ કરી દેવાયો હતો. અંતે પોલીસએ ગુનો નોંધતા પરિવારજનોએ લાશ સ્વીકારી લેતા મામલો થાળે પડ્યો છે.
6 સામે ફરિયાદ દાખલ
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી જેમાં આરોપી સુખાભાઈ બાધાભાઈ મોર, લાલજીભાઈ બાધાભાઈ મોર, ધવલ લાલજીભાઈ મોર, કાનજીભાઈ ભાયાભાઈ બગડા, મનસુખભાઇ મનજીભાઈ વેકરીયા, શરદભાઈ નાનાભાઈ ગોધાણી સહિત રાજકીય માણસો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીને પકડવા માટેની કવાયત શરૂ કરર્વામાં આવી છે.
2 દિવસથી ઘમાસાણ વચ્ચે અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ
આરોપી લાલજી મોરની પત્ની જિલ્લા પંચાયત સદસ્ય છે અન્ય શરદભાઈ ગોદાણી જિલ્લા પંચાયતના સદસ્યો બંને ભાજપના આગેવાન સામે સાવરકુંડલા રૂલર પોલીસ સ્ટેશનમાં મરી જવા મજબૂત થયાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App