Surat Accident: સુરતમાં અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે નવા રિંગરોડ પર ફરી એક અકસ્માત સર્જાયો હતો. જેથી નવો રિંગરોડ ફૂલ ફ્લેજમાં શરૂ થાય તે અગાઉ ફરી એકવાર લોહીયાળ બન્યો છે. જેમાં રિંગરોડ પર ફૂલ સ્પીડમાં જતી કારે અકસ્માત (Surat Accident) સર્જ્યો હતો આ અકસ્માતમાં એક કારે બાઈકને અડફેટે લીધી હતી. જેથી બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
રસ્તા પર કાળા પટ્ટા બની ગયા
આજે સવારે 7:30 વાગ્યે નવા રિંગરોડ પર વરીયાવને જોડતા ચાર રસ્તા આગળ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત કાર (જીજે 05 આરએ 9851) અને બાઈક (જીજે 05 એફએક્સ 3075) વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ફૂલ સ્પીડમાં હતી. આ દરમિયાન બ્રેક મારી હોવાથી તે રીતે રસ્તા પર કાળા પટ્ટા પણ પડી ગયા હતાં. જો કે, બ્રેક લાગતા લાગે ત્યાં સુધીમાં અકસ્માત સર્જાઈ ગયો હોય તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ અકસ્માતના પગલે લોકોનું ટોળું રસ્તા પર એકત્ર થઇ ગયું હતું અને આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. તેમજ આ અકસ્માતને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
નોકરી પર જતાં અકસ્માત
મૃતક રાજુભાઈ મધુભાઈ વેગડના કુટુંબી ભાઈ ગુલાબભાઈ વેગડએ કહ્યું કે, રાજુભાઈ વેગડ મૂળ ગામ ગોપાલગ્રામના વતની છે. સુરતમાં તેઓ વાળીનાથ ચોક પાસે રહે છે. સવારના સમયે તેઓ નોકરી પર જતાં હતાં. આ દરમિયાન અકસ્માત થયો હતો. અકસ્માતની જાણ થતાં જ અમે દોડી આવ્યા હતાં. ઘટના સ્થળે તેમનો મૃતદેહ મળ્યો હતો. 108 અને પોલીસની ટીમ પણ આવી ગઈ હતી. હાલ વધુ તપાસ ચાલ છે.
પરિવાર શોકમાં ગરકાવ
આ અકસ્માતમાં રાજુભાઈનું મોત થતા તેમનો પરિવાર પુરેપુરો શોકમાં ગરકાવ થયો છે અને પરિવારમાં ભારે માતમ છવાઈ ગયો છે.થોડા દિવસ પહેલાં પાલ ઉમરા બ્રિજ પર 14 વર્ષની ઉંમરના સગીર બાળકે ફૂલસ્પીડમાં કાર દોડાવી અકસ્માત સર્જીને એક યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો, તે ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં તો આજે તા. 27 સપ્ટેમ્બરને શુક્રવારની સવારે શહેરના રિંગરોડ પર ગોઝારો અકસ્માત સર્જાયો છે, જેમાં એક આશાસ્પદ યુવકનું મોત નિપજ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App