Botad Accident Video: બોટાદના પાળીયાદ રોડ પર હવેલી ચોક પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આદર્શ ખાનગી સ્કૂલની બસ અને એક બાઈક વચ્ચે થયેલા આ અકસ્માતમાં (Botad Accident Video) બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.જે બાદ આ ઘટના અંગે પોલીસને જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાતશલ પર દોડી આવ્યો હતો અને આ ઘટના અંગે તાત્કાલિક 108ની ટીમને જાણ કરી હતી ત્યારે 108ની ટિમ ઘટના સ્થળ પર પહોંચીને ઈજાગ્રસ્ત ચાલકને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. ત્યારે ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.
બોટાદ શહેરનાં પાળીયાદ રોડ પર આવેલા હવેલી ચોક વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો હતો. ખસ ગામના રહેવાસી મહોબતસિંહ ચાવડા બાઈક પર સવાર હતા. તેઓ રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન આદર્શ ખાનગી સ્કૂલની બસની નીચે તેમનું બાઈક આવી ગયું હતું.અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા.
જે બાદ આ ઘટના અંગે પોલીસને જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાતશલ પર દોડી આવ્યો હતો અને આ ઘટના અંગે તાત્કાલિક 108ની ટીમને જાણ કરી હતી ત્યારે 108ની ટિમ ઘટના સ્થળ પર પહોંચીને ઈજાગ્રસ્ત ચાલકને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. ત્યારે ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. સામાજિક આગેવાનોએ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે. સામાજીક આગેવાન ગંગાબેન મકવાણાના જણાવ્યા મુજબ, શહેરની મોટાભાગની ખાનગી સ્કૂલ બસના ડ્રાઇવરો મોટી ઉંમરના છે અને તેઓ શહેરમાં બેફામ રીતે બસ ચલાવે છે.
પરિવાર શોકમાં ગરકાવ
આ યુવકના મોતના પગલે તેનો પરિવાર ભારે શોકમાં ગરકાવ થયો છે. તો બીજી તરફ સામાજિક આગેવાનોએ ખાનગી સ્કૂલના સંચાલકોને વિનંતી કરી છે કે તેઓ બસ ડ્રાઈવરો સામે યોગ્ય પગલાં લે અને આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે કડક નિયમો અમલમાં મૂકે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App