Bhavnagar Accident: ભાવનગરમાં ધોળકા ખાતે લગ્નમાં હાજરી આપી ભાવનગર પરત આવી રહેલા યુવકે નારી ગામ નજીક બાઈક પર કાબુ ગુમાવતા બાઈક ડિવાઈડર (Bhavnagar Accident) સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં કોળિયાકના યુવકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.
બાઈક પર કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
ઘોઘા તાલુકાના કુડા ગામે રહેતા નિલેશભાઈ ઘનશ્યામભાઈ હરીયાણી ગઈકાલે સાંજે તેમના મિત્ર સંજયભાઈને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે તેમના મિત્ર વિવેક ખેસ્તી સાથે ધોળકા ગયા હતા અને આજે વહેલી સવારે 4 વાગ્યે તેઓ પરત ફરી રહ્યાં હતા.
ત્યારે સવારે 6.30 કલાકના અરસામાં નારી ગામ મોમાઈ માતાના મંદિર પાસે પહોંચતા નિલેશભાઈએ બાઈક પર કાબુ ગુમાવતા તેમની મોટર સાયકલ ડિવાઈડર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં નિલેશભાઈ ઘનશ્યામભાઈ હરીયાણી (ઉ.વ.22)નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે તેમના સાથેના તેમના મિત્ર વિવેકભાઈને પણ ઈજા પહોંચી હતી. આ અંગે અલ્પેશભાઈ ઘનશ્યામભાઈ હરિયાણીએ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતદેહને પીએમ માટે મોકલ્યો
આ બનાવની જાણ વરતેજ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જેમાં પોલીસે લાશનો કબ્જો લઈ સ્થળપર પંચનામું કરી લાશને પીએમ માટે મોકલી મૃતકના વાલી-વારસદારોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App