Surat Accident: સુરતના અલકાપુરી બ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં પુરપાટ ઝડપે આવી કારે બાઇકને ટક્કર મારતા બાઈક ચાલક ફંગોળાઈને રોડ પર પટકાયો હતો.જેમાં બાઇકચાલકને ગંભીર ઇજા પહોંચતા તે યુવકનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત(Surat Accident) નિપજ્યુ હતું. જો કે આ અંગે પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.
બાઇકચાલકનું ઘટનાસ્થળ પર જ મોત
આ અંગે મળતી માહિતી મુજબ,હંમેશા વ્યસ્ત રહેલો અલકાપુરી બ્રિજ પરથી એક યુવક બાઈક લઈને પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન એક કાર પુરપાટ ઝડપે સામે થી આવતી હતી. જેણે બાઇકને ટક્કર મારી હતી. ત્યારે બાઇકચાલક ફંગોળાઈને નીચે પટકાયો હતો. જેના પગલે તેનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું.
લાશને પીએમ અર્થે મોકલી
જો યુવકનો અકસ્માત થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.બ્રિજ પર લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું.બાદમાં આ અંગે પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો.જે બાદ આ અકસ્માતની નોંધ લઇ યુવકની લાશને પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. જો કે આ અકસ્માત અંગે યુવકને જાણ થતા જ તેઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થળ પર જ ભારે આક્રન્દ જોવા મળ્યું હતું.
સ્વિફ્ટ કાર અને બોલેરો વચ્ચે અકસ્માત
તો બીજી તરફ ગોંડલ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયાની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ગોંડલના બે અને ધોરાજીના બે યુવકોના મોત થયા છે. મહત્ત્વનું છે કે, રાજકોટથી ધોરાજી તરફ જતી સ્વિફ્ટ કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યું હતું. જેને લીધે સ્વિફ્ટ કાર પલટી મારીને સામે આવતી બોલેરો કાર સાથે અથડાઈ હતી. પોલીસે આ ઘટના અંગે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App