પાટણ-ડીસા હાઇવે પર કારચાલકે રાહદારીને ટક્કર મારતા યુવકનું દર્દનાક મોત, જાણો સમાગ્ર ઘટના

Patan-Disa Highway Accident: પાટણ-ડીસા હાઇવે ઉપર આવેલા એક મંદિર નજીક શુક્રવારે રાત્રે ગોઝારા અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં ચાલીને જઈ રહેલા રાહદારીને (Patan-Disa Highway Accident) હિતેશજી બબાજી ઠાકોર નામનાં યુવાનને એક ઇક્કો સ્પોર્ટ ગાડીએ ટકકર મારતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા પરંતુ મૃતકનું ટૂંકી સારવારમાં જ મોત થયું હોવાનું સામે આવ્યું છે.

ઈક્કો ગાડીની ટક્કરે એક યુવકનું મોત
આ અંગે મળતી માહિતી મુજબ, સિધ્ધપુરનાં કાલેડા ગામનાં હિતેશજી ઠાકોર શુક્રવારે બપોરે સરસ્વતિનાં કોઇટા ગામે એરંડાનું બિયારણ લેવા માટે ગયા હતા. આ દરમિયાન તેને એક પુરપાટ ઝડપે આવતા વાહને ટક્કર મારી હતી. જે દરમિયાન મૃતકને ભારે ઇજા પહોંચી હતી. જો કે આ ઘટનાના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને મૃતકને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.

લાશને પીએમ અર્થે મોકલી
આ અકસ્માત બાદ હિતેશજીના પિતા બબાજીને તેમનાં સંબંધીએ તેમના દિકરા હિતેશજીને સરસ્વતિનાં જંગરાલ પાસે અકસ્માત થયો હોવાની જાણ કરતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી ગયા હતા.આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી લાશનો કબ્જો મેળવીને તેને પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી હતી.

આ બનાવ બાદ અકસ્માત સર્જનાર ગાડીનો ચાલક પણ વાગડોદ પોલીસ સ્ટેશને બનાવની જાણ કરવા આવ્યો હતો. તેમજ પોલીસે તેનું વાહન જપ્ત કરીને તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે