Surat Accident: સુરત શહેરમાં કારમાં સવાર ચાર મિત્રોને અકસ્માત નડ્યો હતો. કાર પલટી મારી ગઇ હતી. જેમાં કારમાં સવાર ૩ વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા જયારે એક વિદ્યાર્થિનીનું મોત (Surat Accident) નીપજ્યું હતું. વ્હાલસોયી દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે જયારે પોલીસે કાર ચાલક વિદ્યાર્થીની ધરપકડ કરી છે. સુરતના ડાયમંડ બુર્સ પાસે આ ઘટના બની હતી.
1 વિદ્યાર્થિનીનું મોત થયું
મળતી માહિતી મુજબ સુરતના ડાયમંડ બુર્સ પાસે અકસ્માતની ઘટના બની હતી. સુરતના વેસુ વિસ્તારમાં રહેતો 18 વર્ષીય રાહુલ ચૌધરી તેના મિત્ર સાહિલ બાવા, શોર્ય શર્મા, તેમજ 17 વર્ષીય દિશા જૈન સાથે ડાયમંડ બુર્સ પાસે ખજોદ રોડ પાસે કારમાં પસાર થઇ રહ્યા હતા ત્યારે કાર પલટી મારી ગઇ હતી. જેમાં દિશા મયુર ભાઈ બોખડીયા (જૈન)નું મોત થયું હતું જ્યારે અન્ય ત્રણેય વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થઇ હતી.
મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ
બનાવની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ બનાવમાં પોલીસે કાર ચાલક રાહુલ ચૌધરીની પોલીસે ધરપકડ કરી છે. તેના પિતા કાપડ વેપારી છે. રાહુલ ચૌધરી પણ કોલેજમાં અભ્યાસ કરે છે. જયારે મૃતક દિશા જૈનના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તે ઉધના વિસ્તારમાં સમિતિની શાળામાં અભ્યાસ કરતી હતી. વ્હાલસોયી દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
બનાવ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે ચાર અલગ અલગ સ્કુલના વિદ્યાર્થીઓ ક્રેટા કાર લઈને આવ્યા હતા અને બેલેન્સ બગડતા કાર પલટી મારી ગયી હતી. જેમાં દિશા જૈન (ઉ.17)નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જયારે સાથે રહેલા અન્ય 3 વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થઇ હતી, રાહુલ ચૌધરી કાર ચલાવી રહ્યો હતો જે કોલેજમાં અભ્યાસ કરે છે.
આ અંગે તપાસ કરવામાં આવી
વધુમાં જાણાવ્યું હતું કે એફએસએલ અને આરટીઓ ઈન્સ્પેક્ટરને બોલાવીને તપાસ કરવામાં આવી રહી છે જે બાદ સામે આવશે કે કેવી રીતે આ બનાવ બન્યો છે. એક સાઈડથી ડિવાઈડર જમ્પ કરીને બીજી સાઈડ જઈને પલટી મારી છે તો સંભવ છે કે કાં તો સ્પીડ વધુ હશે કા તો બેલેન્સ બગડ્યું હશે પરંતુ એફએસએલ, આરટીઓ ઇન્સ્પેકટર તપાસ બાદ અભિપ્રાય આપશે ત્યારબાદ સંપૂર્ણ માહિતી સામે આવશે હાલ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App