‘મેરે જનાજે પે આ જાના..’ જીવનનો અંતિમ વિડીયો બનાવીને અમદાવાદના યુવકે આણ્યો જીવનનો અંત, આપઘાત પહેલા રડતા-રડતા જણાવ્યું ધ્રુજાવી દેતું કારણ

Video of Ahmedabad youth before suicide: રાજ્યમાં દિવસને દિવસે આપઘાતના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. હાલ અમદાવાદમાંથી એક આપઘાતની ઘટના સામે આવી રહી છે. જુહાપુર વિસ્તારના 26 વર્ષીય યુવકે પોતાની પત્ની અને સાસુના ત્રાસથી કંટાળી રિવરફ્રન્ટ પરથી નદીમાં કુદીને આપઘાત(Video of Ahmedabad youth before suicide) કર્યો છે.નદીમાં ઝંપલાવતાં પહેલાં તેણે બે વીડિયો બનાવી લીધા હતા. જેમાં તેને પોતાની સાસુ અને તેની પત્ની સામે ઘણા આક્ષેપો લાગવાયા છે.જેના આધારે રિવરફ્રન્ટ પોલીસે પત્ની અને સાસુ સામે આપઘાત માટે દુષ્પ્રેરિત કરવાનો ગુનો દાખલ કર્યો છે.

લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા
જુહાપુરાના કોમ્પ્યુટર સેન્ટરમાં નોકરી કરી રહ્યા 26 વર્ષીય ગુફરાન ગૌસીનાં લગ્ન ચાર મહિના પહેલાં જુહાપુરાની જ ફરહીનબાનુ સાથે કર્યા હતાં. ગુફરાનના પરિવારે નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર, લગ્ન પછી બંને વચ્ચે બહાર ફરવા અને જમવા બાબતે ઘણા ઝઘડા થતા હતા. મોહરમમાં ફરહીન પિયર ગઈ હોવાથી ગુફરાન તેને લેવા ગયો હતો, પણ તેણે સાથે આવવાની ના પાડી દીધી હતી.

આપઘાત પહેલાં યુવક વીડિયોમાં શું બોલ્યો?
ગુફરાને તેના વીડિયોમાં કહ્યું છે કે ‘ગોફુ ઇસ દુનિયા મેં નહીં રહા, આજ યે વીડિયો આપકો પહોંચેગા તબ તક તો શાયદ મૈં મર ચૂકા હોગા. મેરે જનાજે પર આ જાના. મૈં વહી હૂં રિવરફ્રન્ટ પર, જહાં હમ મિલતે થે. તુમને બહોત ગલતિયાં કી ફરહીન, ફીર ભી મૈંને માફ કિયા. અમ્મી, ચાચાને સબકો તુમને મેરે ખિલાફ કર દિયા થા. બીવી આઈસીયુ મેં દેખને કે લિયે નહિ આયી’

તુમ સબ લોગોને મુજે હર જગહ સે બ્લોક કર દિયા
તેમની વચ્ચે થયેલો છેલ્લા ઝઘડાનું કારણ પણ તેરી અમ્મી છે.બહુત હેરાન કિયા હમકો. ફરહીન ગલતિયાં કરતી તો મૈં માફ કર દેતા, પર ઉસકી અમ્મીને મેરે કો જાનબુઝ કે ગુસ્સા દિલાયા. એક બાર ભી આઈસીયુ મેં દેખને નહિ આયે. તુમ બીમાર થે તો મૈં તુમ્હારે સાથ હોસ્પિટલ મેં થા. ફિર ભી મૈં પ્યાર કરતા હૂં તુમસે. મેરે જનાજે પે આ જાના, મેરે સાથ થોડી દેર બેઠના. ડિપ્રેશન કી દવા આપકી અમ્મી કી વજહ સે હી શુરુ હુઈ હૈં.’

જીવવું હોય તો જીવ ને કાલે મરતો હોય તો આજે મર
પરિવારે આક્ષેપ કર્યો છે કે એ દિવસે ફરહીને તેની માતા ઇશરતજહાંની ચડામણીથી ગુફરાન સાથે ગેરવર્તન કરતાં કહ્યું છે કે ‘હું તારી સાથે નહિ આવું, તારે મરી જવું હોય તો મરી જા.’ જ્યારે ઇશરતજહાંએ કહ્યું હતું કે ‘તારે જે કરવું હોય એ કર, જીવવું હોય તો જીવ ને કાલે મરતો હોય તો આજે મરી જા, મારી દીકરીને તારી સાથે નહીં મોકલું અને કોઈ સંબંધી પણ તારી સાથે વાત નહિ કરે.’ ત્યારપછી 7 સપ્ટેમ્બરે બપોરે ગુફરાન દવા લેવા જવાનું કહી નીકળ્યો હતો અને સરદારબ્રિજના છેડે રિવરફ્રન્ટ પરથી નદીમાં છલાંગ લગાવી તેને આપઘાત કરી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *