Gujarat Forecast: હવામાન વિભાગની એકસાથે બે-બે આગાહી- વીજળીના કડાકા ભડાકા સાથે જાણો ક્યાં ખાબકશે વરસાદ

ગુજરાત(Gujarat): રાજ્યમાં એક બાદ એક માવઠાની આગાહી (Weather forecast) હવામાન વિભાગ (Gujarat Meteorological Department) દ્વારા કરવામાં આવે છે. ઉનાળાની શરૂઆત સાથે જ માવઠાએ મોકાણ સર્જતા…

ગુજરાત(Gujarat): રાજ્યમાં એક બાદ એક માવઠાની આગાહી (Weather forecast) હવામાન વિભાગ (Gujarat Meteorological Department) દ્વારા કરવામાં આવે છે. ઉનાળાની શરૂઆત સાથે જ માવઠાએ મોકાણ સર્જતા ઠેર ઠેર અનેક શહેરોના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં ફરી બે દિવસ કમોસમી વરસાદની આગાહી (Rain forecast) કરવામાં અવાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

બે દિવસ કમોસમી વરસાદની આગાહી Weather forecast:

વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ પછી રાજ્યમાં તાપમાનનો પારો પણ ઉંચકાવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જેમાં અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રી જવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જાણો ક્યાં ખાબકશે વરસાદ?

મહત્વનું છે કે, કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જામનગર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસાદ ખાબકી શકે છે.

યલો અલર્ટ જાહેર:

ઉલ્લેખનીય છે કે, આવતીકાલે દાહોદ, તાપી, ડાંગ તેમજ રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં વરસાદની આગાહી Gujarat Forecast હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 5 દિવસ પછી ગરમીના પ્રમાણમાં વધારો થશે. સાથે જ 3 થી 5 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. મોટાભાગના જીલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રી ઉપર રહેશે. 9 મે થી અમદાવાદમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદનું તાપમાન 42 ડિગ્રી રહેવાની સંભાવનાઓ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *