ચાલુ ટ્રેનમાં લટકેલો યુવક થાંભલા સાથે અથડાઈ પડ્યો નીચે…! જુઓ દુર્ઘટનાનો ખૌફનાક વિડીયો

Mumbai Local Train Viral Video: મુંબઈથી એક ભયાનક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ ચાલુ ટ્રેને થાંભલા સાથે અથડાયા બાદ ચાલતી લોકલ ટ્રેનમાંથી પડી ગયો હતો. આ વ્યક્તિ અન્ય લોકો સાથે લોકલ ટ્રેનના બંધ દરવાજાની બહાર લટકતો હતો. જે દરમિયાન તેનો હાથ થોડો ખસી જતા થાંભલા સાથે અથડાઈને નીચે પડ્યો હતો. આ ભયાનક અકસ્માત અન્ય ટ્રેનમાંથી એક વ્યક્તિ દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો. જેમાંRPFએ ટ્વિટર પર વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા(Mumbai Local Train Viral Video) આપી અને લખ્યું: “માહિતી માટે આભાર. આ મામલો સંબંધિત અધિકારીઓને જરૂરી પગલાં લેવા માટે મોકલવામાં આવ્યો છે.” ઘટનાનો સમય અને સ્થળ તાત્કાલિક જાણી શકાયું નથી. તે સ્પષ્ટ નથી કે આ વ્યક્તિ ભયાનક અકસ્માતમાં બચી ગયો કે નહીં.

ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયો યુવક
આવા ઘણા વીડિયો વારંવાર સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે દેશની આર્થિક રાજધાની મુંબઈની લોકલ ટ્રેનોમાં કેટલી ભીડ છે. આ વીડિયો અન્ય લોકો માટે ખૂબ ચિંતાજનક હોઈ શકે છે, પરંતુ મુંબઈકરોને ઘણી વાર આવી ભીડમાં લોકલ ટ્રેનમાં ચઢવા અને મુસાફરી કરવાની આદત પડી ગઈ છે. જો કે ભીડના કારણે દરરોજ કોઈને કોઈ અકસ્માત સર્જાય છે. ત્યારે આ વચ્ચે, મુંબઈથી એક ડરામણો વીડિયો સામે આવ્યો છે.

જેમાં એક વ્યક્તિ થાંભલા સાથે અથડાઈને ચાલતી લોકલ ટ્રેનમાંથી પડી ગયો હતો. આ વ્યક્તિ અન્ય લોકો સાથે લોકલ ટ્રેનના બંધ દરવાજાની બહાર લટકતો હતો. તેણે તેનો એક હાથ થોડો લંબાવ્યો અને અચાનક તે એક થાંભલા સાથે અથડાઈ અને તે ચાલતી ટ્રેનમાંથી પડી ગયો, જેનાથી અન્ય લોકો ગભરાઈ ગયા. આ ડરામણી દુર્ઘટના અન્ય ટ્રેનમાંથી એક વ્યક્તિ દ્વારા રેકોર્ડ કરવામાં આવી હતી.

આરીપએફએ આપી આવી પ્રતિક્રિયા
આરપીએફએ ટ્વિટર પર વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપી અને લખ્યું, “માહિતી માટે આભાર. આ મામલો સંબંધિત અધિકારીઓને જરૂરી પગલાં લેવા માટે મોકલવામાં આવ્યો છે.” ઘટનાનો સમય અને સ્થળ તાત્કાલિક જાણી શકાયું નથી. તે સ્પષ્ટ નથી કે આ વ્યક્તિ ભયાનક અકસ્માતમાં બચી ગયો કે નહીં.

લોકોએ કમેન્ટનો મારો વરસાવ્યો
એક યુઝરે લખ્યું કે, આવી રીતે જીવના જોખમે ક્યારેય મુસાફરી ન કરવી જોઈએ, તો અન્ય યુઝરે લખ્યું કે, જીવથી મોટું કઈ જ નથી એટલે આવી લાપરવાહી કરતા બચવું જોઈએ, જયારે બીજા યુઝરે લખ્યું કે, ટ્રેનમાં હરરોજ આવી કોઈને કોઈ ઘટના સામે આવતી હોય છે આથી પબ્લિકની કેપિસિટી પર સરકારે ખાસ ધ્યાન રાખવું જોઈએ.