ButBhajiya Video Viral: ચોમાસાની ઋતુ ચાલી રહી છે. વરસતા વરસાદની વચ્ચે વાતાવરણની ઠંડક સૌ કોઈને ગરમાગરમ ભજીયાની યાદ અપાવે છે. વર્ષ દરમિયાન ચોમાસાના દિવસોમાં ભજીયાની ખપત અને તેનો સ્વાદ સૌથી બહોળા પ્રમાણમાં લોકો માણતા હોય છે. તેમજ આપણે આપણી(ButBhajiya Video Viral) ઘરે અવનવા ભજીયા બનાવતા હોય છીએ, ત્યારે શું તમે બુટના ભજીયા જોયા છે. જી હા… સાંભળીને નવાઈ લાગીને પરંતુ એક યુવકે બુટના ભજીયા બનાવીને વિડીયો શેર કર્યો છે.
બુટના ભજીયાંનો વિડીયો વાયરલ
હાલમાં, સોશિયલ મીડિયાના જમાનામાં અમુક લોકોનું ખુબ જ ગાંડપણ જોવા મળે છે. જો કે સોશિયલ મીડિયા પર દરરોજ હજારો વીડિયો વાયરલ થાય છે. જેમાં કેટલાક વીડિયો લોકોને હંસાવે છે તો કેટલાક વીડિયો લોકોને ચોંકાવી દેતા હોય છે. તેમાં પણ ભારતમાં લોકો એવા વિચિત્ર કામ કરતા હોય છે કે તે જોઈને લોકો આશ્ચર્યમાં પડી જતા હોય છે. ત્યારે હાલમાં પણ આવો એક ચોંકાવનારો વીડિયો ઈન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને લોકોને પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની ગયો છે.આ વિડીયોમાં એક યુવક બુટના ભજીયા બનાવી રહ્યો છે. જી હા… બુટના ભજીયા
આ રીતે બનાવ્યા બુટના ભજીયા
આ વાઇરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, યુવક ચણાના લોટનું બેટર હોય તેમાં બુટ નાખે છે અને ત્યારબાદ ગેસ પર તેલ ગરમ કરીને તળવા મૂકે છે. જેને જોઈને ભલભલા ચોકી ઉઠ્યા છે.
ये #Reel का पागलपन इस देश के युवाधन को ले डूबा !! 😬 pic.twitter.com/9d40XPGvxF
— Kaushik Kanthecha (@Kaushikdd) August 24, 2024
લોકોએ આપી આવી પ્રતિક્રિયા
આ વિડીયો લાખો લોકોએ જોયો છે. ત્યારે તેને જોઈને ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્યું કે, ખાવાની વસ્તુ સાથે આવું કરવું યોગ્ય નથી, ઘણા લોકોના નસીબમાં 2 ટાઈમની રોટલી પણ નથી હોતી, તો અન્ય યુઝરે લખ્યું કે, આવા લોકોને તાલિબાની દેશમાં મોકલીને તાલિબાની લેવલની સજા એવી જોઈએ, તો અન્ય એક યુઝરે લખ્યું કે આવા લોકો શા માટે આટલી હદનું ગાંડપણ કરે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App