ભાવનગર(ગુજરાત): ગતરાત્રિથી વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે ભાવનગર જિલ્લામાં નદી નાળાઓ છલકાઈ ગયા છે. તેવામાં પાલિતાણા તાલુકાના આંકોલાળી પાસે કોઝવે પરથી પસાર થતા એક યુવકનું તણાઈ જવાના લીધે મોત થયા હોવાની ઘટના જાણવા મળી છે. સ્થાનિક લોકોએ તણાઈ રહેલા યુવકનો વીડિયો ઉતાર્યો હતો જે હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
મળતી માહિતી મુજબ, ગતરાત્રિએ પાલિતાણા તાલુકાના આંકોલાળી અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડતા ગામ નજીક આવેલા કોઝવે પરથી જોરદાર પ્રવાહ સાથે પાણી વહી રહ્યું હતું. તેમ છતાં આંકોલાળી ગામમાં જ રહેતા ભરતગીરી ભીમગીરી ગોસ્વામી નામના 38 વર્ષીય યુવકે પગપાળા કોઝવે પસાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કોઝવેની વચ્ચોવચ ભરતગીરી પહોંચતા જ પોતાનું બેલેન્સ ગુમાવ્યું હતું. ત્યારબાદ પડી જતા વહેતા પાણીની સાથે તણાઈ ગયો હતો. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામા આવતા ફાયરબ્રિગેડની ટીમ દ્વા્રા ભરતગીરીની શોધખોળ હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ તેની લાશ હાથ લાગી હતી.
આજે એક જ દિવસમાં ભાવનગર જિલ્લામાં વરસાદી પાણીમાં તણાવાની બે ઘટનાઓ સામે આવી છે. આંકોલાળી પાસે એક યુવકના તણાવાની ઘટના ઉપરાંત પાલિતાણાના મોટી રાજસ્થળી રોડ શીતળા માતાના મંદિર પાસે કોઝવે પરથી માતા સાથે તેના 2 સંતાનો પણ તણાઈ ગયા હતા. બંને સંતાનોના મોત થયા હતા. જ્યારે માતાનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.