‘રોજ 20-20 હજાર વ્યાજ લે છે…’ -વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલ બનાસકાંઠાનો યુવક 2 દિવસથી ગુમ, વિડીયો બનાવીને જણાવી આપવીતી

Diyodar News: રાજ્યમાં વ્યાજના વિષચક્રમાં ફસાઈને ઘણા પરિવારો આજે બરબાદ થઈ રહ્યા છે. જેને લઈને આજે ઘણા લોકો તો આપઘાત પણ કરી લે છે. અને તેઓ જ એક કિસ્સો બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, બનાસકાંઠામાં વ્યાજખોરોના ચક્રમાં ફસાયેલો યુવક ગુમ થયો છે. આ તરફ ગુમ થયેલ યુવકનો એક વિડીયો પણ ખુબ વાયરલ થી રહ્યો છ.આ વિડીયોમાં યુવક વ્યાજખોરોનો નામજોગ ઉલ્લેખ કરી અને તેઓ 2 લાખના બદલે 10-10 હજાર વ્યાજ વસુલતા(Diyodar News) હોવાનો આરોપ લાગવામાં આવ્યો છે. એ બીજી તરફ પોલીસ ફરિયાદ કરી છતાં કોઈ કાર્યવાહી ન થઈ હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં વ્યાજખોરોનો આતંક આજે સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, દિયોદરના કોડડા ગામનો જગદીશ સુથાર નામનો યુવક 2 દિવસથી ગુમ થઈ ગયો છે. વિગતો અનુસાર વ્યાજખોરોના ચક્રમાં ફસાયેલ આ યુવક ગુમ થઈ જતા પરિવારના લોકોમાં ચિંતિત બની ગયા હતા. આ તરફ જગદીશ સુથારનો વ્યાજખોરો સામેની વેદના રજૂ કરવાનો વીડિયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં ટે અર્જુન અને નરેશ નામના વ્યક્તિનો ઉલ્લેખ કરી આ લોકો 2 લાખના 10-10 હજાર વ્યાજ વસૂલતા હોવાનો આક્ષેપ કર્યો છે.

પોલીસ ફરિયાદ પણ કાર્યવાહી નહીં ?
દિયોદરના કોડડા ગામનો જગદીશ સુથાર નામનો યુવક વ્યાજના વિષચક્રમાં ફસાઈને હવે બે દિવસથી ગુમ થયા પછી તેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેણે અર્જુન અને નરેશથી કંટાળ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ સાથે પોલીસ ફરિયાદ કરી છતા કાર્યવાહી ન થઈ હોવાનો આક્ષેપ પણ થતાં ચકચાર મચી ગઈ છે. ઉલેખીનીય છે કે, એક મહિના પહેલા યુવકના પિતાએ વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. ત્યારપછી હવે યુવક ગુમ થતાં પરિવારના લોકો ચિંતાગ્રસ્ત બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *