સુરતમાં ધોળાદિવસે યુવકને લાકડાના ફટકા મારતા રહ્યા, ને લોકો મુકપ્રેક્ષક બની તમાશો જોતા રહ્યા- જુઓ વિડીયો

સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે સુરતમાંથી પણ એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં ખુલ્લેઆમ માર-પીટ કરવામાં આવતી હોય છે. આ દરમિયાન, વેસુ વીઆઈપી રોડ વીઆઈપી કોમ્પલેક્ષની પાસે સર્વિસ રોડ પર રવિવારે મોડીસાંજે બાકડા પર બેઠેલા એક યુવકને 3 યુવકો લાકડાના ફટકાથી માર મારવામાં આવ્યો હતો.

જાણવા મળ્યું છે કે, લોકોના ટોળા એકત્ર થયા હતા છતાં યુવકને બચાવવા માટે કોઈ આગળ આવ્યું ન હતું. ઉપરથી મુકપ્રેક્ષક બની લોકો તમાશો જોતા રહ્યા. બીજી બાજુ એક જાગૃત નાગરીક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. આથી ખટોદરા પોલીસ તાત્કાલિક ત્યાં દોડી આવી હતી. પોલીસ આવતાની સાથે જ સૂત્રધાર જીતુ નાયક ત્યાંથી ભાગી ગયો હતો.

પરંતુ, આ દરમિયાન તેના બે સાગરિતો પકડાઈ ગયા હતા. યુવકોનો ઝઘડો કયા કારણથી હતો તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ટૂંકમાં આ ઝઘડા પાછળનું કારણ જીતુ નાયક છે કેમ કે તેના કારણે આ ઝઘડો થયો અને તેણે યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો.

હાલમાં આ અંગે ખટોદરા પોલીસ દ્વારા સામ-સામી ફરિયાદો લેવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. હાલમાં પોલીસ દ્વારા માત્ર એટલું જાણવા મળ્યું છે કે, અમે જય અને મિલનને લઈ આવ્યા છે અને બાકી તપાસ કરી રહ્યા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *